Nadiad : કોંગ્રેસ દ્વારા વધુ એક રજૂઆત કરાઈ છે. જેમાં છેલ્લા 10 વર્ષમાં સત્તાધારીઓ અને વહીવટી પ્રશાસન માટે રોડ એ કમાઉ દિકરો બન્યો હોવાનો આક્ષેપ કર્યો છે. માર્ગ અને મકાન (સ્ટેટ) તેમજ નગરપાલિકા દ્વારા 10 વર્ષમાં બનાવાયેલા રોડમાં તકલાદી કામગીરી કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેની વિજિલન્સ કે અન્ય તપાસ એજન્સી મારફતે તપાસ કરવા કમિશ્નર સમક્ષ માંગણી કરાઈ છે.

નડિયાદ કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, વર્ષોથી નબળી નેતાગીરીના કારણે ભ્રષ્ટાચારે માથુ ઉંચક્યુ છે. વર્ષ 2016-15થી આજદીન સુધી માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ અને તત્કાલિન નગરપાલિકા અને હાલની મનપા દ્વારા રોડની કામીગીરીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપ કર્યા છે.
આ સમયગાળામાં બનાવેલા તમામ રોડની કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટ જનર (કેગ) અથવા વિજિલન્સ કમિશન થકી તપાસ કરાવાય તો તત્કાલિન કોન્ટ્રાક્ટરો, સત્તાધીશો અને વહીવટી તંત્રએ મળીને વ્યાપક રીતે કરેલો ભ્રષ્ટાચાર ઉજાગર થાય તેમ હોવાનું જણાવ્યુ છે. દર ચોમાસાની સિઝનમાં તમામ રોડ નબળી ગુણવત્તાના કારણે તૂટી જાય છે.

લોકોને વાહન લઈને પસાર થવુ મુશ્કેલ બને છે. નડિયાદ-ફતેપુરા રોડથી રાજેન્દ્ર નગરને જોડતો રોડ હાલ અત્યંત જર્જરીત બન્યો છે. આ રોડ તંત્રના ચોપડે બે વાર બન્યો છે, છતાં સ્થળ પર એકપણ વાર રોડની કામગીરી ન થઈ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. અત્રેના નાગરીકો માટે આ અત્યંત જરૂરી રસ્તો હોય, હજુ સુધી તંત્રએ આ રસ્તાનું સમારકામ કર્યુ નથી. ત્યારે તત્કાલ આ રસ્તાનું સમારકામ કરાય અને ઉપરોક્ત સમયગાળા દરમિયાનના તમામ રોડની કામગીરીની વિજિલન્સ તપાસ કરવાની માંગણી કરાઈ છે.
આ પણ વાંચો..
- Maduro: માદુરો ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિના જીવી રહ્યા છે, ક્યુબાના એજન્ટો 24 કલાક સુરક્ષા માટે તૈનાત
- Iran: શું ઈરાન પર બીજો યુએસ-ઈઝરાયલ હુમલો થવાનો છે? વોશિંગ્ટનમાં આ રીતે સ્ક્રિપ્ટ લખાઈ રહી છે
- China: ચીની દૂતાવાસે ભારતીયો માટે ઓનલાઈન વિઝા સિસ્ટમ શરૂ કરી, દસ્તાવેજ સબમિશન સરળ બનાવ્યું
- PAN-આધાર લિંકિંગ હવે ફરજિયાત છે; 31 ડિસેમ્બર પહેલાં આ કાર્ય પૂર્ણ ન કરવાથી તમારી મુશ્કેલીઓ વધશે
- BCCI: મહિલા ક્રિકેટને મોટી ભેટ: ઘરેલુ મહિલા ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટે ફીમાં ઐતિહાસિક વધારો





