પંચમહાલ જીલ્લામાં મુસ્લિમ બિરાદરોના પવિત્ર એવી રમઝાન Eidની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામા આવી હતી. જીલ્લાના વડામથક ગોધરા ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો દ્વારા Eidની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી.

મુસ્લિમ બિરાદરો દ્વારા એક બીજાન ગળે મળી શુભકામનાઓ પાઠવામાં આવી હતી. સાથે સાથે અન્ય તાલુકાઓ હાલોલ, કાલોલ, શહેરા સહિત પણ Eid પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
પંચમહાલ જીલ્લામાં ગોધરા શહેર સહિત હાલોલ, કાલોલ,શહેરા સહિતના નગરોમા રમઝાન Eidની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી સૌ કોઈ મુસ્લિમ બિરાદરો એકબીજાને મળીને શુભકામનાઓ પાઠવી હતી. ગોધરા ખાતે આવેલી Eidગાહ ખાતે મોટી સંખ્યામા મુસ્લિમ બિરાદરોએ હાજર રહીને નમાજ અદા કરી હતી.

દેશમા ભાઈચારો, તેમજ કોમી એખલાસ અને અંખડીતા જળવાઈ રહે તેવી દુવા કરવામાં આવી હતી. હાલોલનગરમાં Eid પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમા પાવાગઢ રોડ પર આવેલી નુરાની મસ્જિદ ખાતે Eidની નમાજ અદા કરવામા આવી હતી. મુસ્લિમ બિરાદરોમા Eidને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નાના ભુલકાઓ પણ સૌ રંગબેરંગી પોશાકમાં મળ્યા હતા.કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવામા આવ્યો હતો.
આ પણ વાંચો..
- તમારી લાગણીઓને અહીં લાવશો નહીં; SC તરફથી Mahatma Gandhi ના પૌત્રને ઝાટકો, સાબરમતી આશ્રમની અરજી ફગાવી
- કતલ કરવા જઈ રહેલી મરઘીઓ માટે Anant Ambani બન્યા મસીહા, કહ્યું…
- કોંગ્રેસ નેતા Girija Vyasની હાલત ગંભીર, પૂજા દરમિયાન લાગેલી આગમાં 89% દાઝી ગયા
- 300 મીટર દૂર સુધી ઉડ્યા ચીથડાં; GUJARATમાં 21 લોકોના મોતનું કારણ કેવી રીતે બન્યું ફટાકડાનું કારખાનું? માલિકની ધરપકડ
- Horoscope: જાણો કેવો રહેશે તમામ રાશિના જાતકોનો આજનો દિવસ