ટંકારા તાલુકાનાં હરીપર ભૂ ગામની સીમમાં કેનાલ વાળા રસ્તે લેન્ડ ગ્રેબિંગ caseમાં નિવેદન લખાવ્યાનો ખાર રાખી એક ઈસમે આધેડને માર મારીને દાંતરડાનો છાતીના ભાગે ઘા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

પ્રૌઢને રસ્તામાં આંતરીને છાતીમાં દાંતરડાનો ઘા ઝીંકી દેવાતા પાંસળીમાં ફ્રેકચર થવા સહિતની ઈજા પહોંચી

હરીપર ભૂ ગામે રહેતા જસમતભાઈ મકનભાઈ ભાગિયા ઉ.વ.૫૫ નામના આધેડે આરોપી રસિક વેલજીભાઈ ઢેઢી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છેત. જેમાં જણાવ્યું છે કે આરોપી રસિકભાઈએ બે વર્ષ પૂર્વે મહાદેવભાઈ અરજણભી ઢેઢી સાથે પ્લોટ બાબતે લેન્ડ ગ્રેબિંગ case કરેલ હતો. જેમાં ફરિયાદી જસમતભાઈએ મામલતદાર પાસે આરોપી વિરુધ્ધ નિવેદન લખાવ્યું હતુ.

જેનો ખાર રાખી જસમતભાઈ ગામની સીમમાં કેનાલ વાળા રસ્તે જતા હતા ત્યારે આરોપીએ રસ્તામાં ગાળો આપી દાંતરડા વડે છાતીના ભાગે ઘા મારી ઈજા કરી પાસળીમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવૌનીધમકી આપી હતી. જેથી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.