Botad News: આમ આદમી પાર્ટીના Botadના ધારાસભ્ય Umesh Makwanaએ એક વીડિયોના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે મારા મતવિસ્તાર બોટાદના મોટાભાગના ડેમો નર્મદાના પાણીથી ભરાઈ ચૂક્યા છે. તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી તથા પાણી પુરવઠા મંત્રીનો હું બોટાદના ખેડૂતો વતી આભાર માનું છું. આજે બોટાદના ખેડૂતો ઉનાળુ પાક લઇ શકશે. બોટાદમાં ખૂબ જ મોટો ગોમા ડેમ આવેલો છે તે પણ છલકાઈ ગયો છે અને કેનાલ દ્વારા આજે ખેડૂતો માટે પાણી છોડવામાં આવી રહ્યું છે.
આ સિવાય અનેક ડેમો ભરાઈ ગયા છે અને કૃષ્ણસાગર તળાવ જે બોટાદ માટે જીવા દોરી સમાન છે તે પણ ભરાઈ ગયું છે. સાથે સાથે કાનિયાડ ડેમ પણ ભરાઈ ગયો છે. આવા અનેક ડેમો અને નાના મોટા તળાવ અને ભરી દેવામાં આવ્યા છે તે બદલ મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીમંડળમાં આભાર માનું છું. સરકારના આ પગલાના કારણે ખેડૂતોની આવકમાં વધારો થશે.