Gujarat સરકારે લાયકાત ધરાવતા ઉમેદવારોને કાયમી નોકરી આપવાને બદલે જ્ઞાન સહાયકની રજૂઆત કરી છે જે, કરાર આધારિત નોકરી છે.

Gujaratભરના 700 થી વધુ TAT અને TET પાસ થયેલા ઉમેદવારો તારીખ 18 જૂનના રોજ ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષણ મંત્રીને લાંબા સમયથી ન થયેલી કાયમી ભરતી કરવા અંગે રજુઆત કરવા તેમજ આવેદનપત્ર આપવામાં માટે ગયા હતા. પરંતુ આ લોકોને શિક્ષણમંત્રી સુધી પહોંચવા જ દેવામાં આવ્યા નથી. તે પેહલા જ શાંતિપૂર્વક રજુઆત કરતા ઉમેદવારો સાથે પોલીસ દ્રારા ગેરવર્તણૂક કરી અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનગરમાં પથિક બસ સ્ટેશનથી લઇ જીવરાજ મહેતા ભવન સચિવાલય સુધી વિસ્તારમાંથી જ રજુઆત કરવા આવેલા રાજ્યભરમાં 600 થી વધુ શિક્ષકોની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.

શિક્ષકોની વેદના સામે Gujarat સરકારના આંખ આડા કાન

સવારથી લઇ રાત સુધી રાહ જોઈ રહેલા રાજ્યભરના શિક્ષકોની રજુઆતને સાંભળવા કોઈ મંત્રી કે નેતા આવ્યા ન હતા. ત્યાં રજૂઆત માટે આવેલા મહિલા ઉમેદવારના કેહવા પ્રમાણે, તેઓ છેલ્લા એક વર્ષથી કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રીને અપીલ કરી રહ્યા છે. પરંતુ તેનો કોઈ સ્પષ્ટ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. 32 હજાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યા પર હજુ સુધી કાયમી ભરતી કરવા આવી નથી. અમે કરેલી મેહનત કરી પરીક્ષા પાસ કરી હોવા છતા કાયમી ભરતી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આટલી રજૂઆત કરવા છતાં પણ ગુજરાત સરકાર આંખ આડા કાન કરી રહી છે અને અમારા ભવિષ્યને અંધકારમય બનાવી દીધું છે. અમારી માંગણીઓનું નિરાકરણ લાવવા અને ગુજરાતમાં લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ. આપણા રાજ્યની શિક્ષણ વ્યવસ્થાનું ભવિષ્ય તેના પર નિર્ભર છે.

‘અમારા સતત પ્રયાસો છતાં, ગુજરાત સરકાર અને શિક્ષણ મંત્રીએ અમારી માંગણીઓ પર ધ્યાન આપવાની તૈયારી દર્શાવી નથી. અમારી સાથે રચનાત્મક રીતે જોડાવાને બદલે, સરકારે અમારા શાંતિપૂર્ણ વિરોધને દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કરવાનો આશરો લીધો છે. આ સરમુખત્યારશાહી અભિગમ છે.’

‘Gujaratના શિક્ષણના ભવિષ્ય વિશે લોકોએ ચિંતા કરવાની જરૂર છે. અહીં લોકો આંધળા અને બહેરા બની ધર્મના નામે મતદાન કરે છે, પરંતુ તેઓ અહીંની શાળાઓની ખરાબ હાલત જોઈ શકતા નથી. સરકારી શિક્ષકોની 32 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે છતાં તેઓને નોકરી આપવામાં આવી રહી નથી.’

આ એક શિક્ષકની નહિ પરંતુ હજારો શિક્ષકોની વેદના બોલી રહી છે. જેમને દિવસ રાત જોયા વગર મેહનત કરી પરીક્ષા પાસ કરી હોવા છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી. હકની લડાઈ લડી રહેલા આ શિક્ષકોને ક્યારે ન્યાય મળશે? શું ચૂંટણી પૂરતા જ નેતાઓના વાયદાઓ હોય છે? શું બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવતી સરકાર બાળકોના ભવિષ્યને ઘડનાર શિક્ષકોની વેદનાને સમજશે?

લાંબા સમયથી Gujaratમાં નિયમિત શિક્ષકોની ભરતીની માંગ ઉઠી રહી છે. અસંખ્ય વિનંતીઓ અને અરજીઓ છતાં, ગુજરાતના શિક્ષણ મંત્રીએ TAT અને TET પાસ થયેલા ઉમેદવારોની યાદી બનાવવા માટે કોઈ પગલાં લીધા નથી.