શક્તિપીઠ Ambaji ખાતે યોજાઈ રહેલા ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે ૬.૪૮ લાખથી વધુ દર્શનાર્થીઓ નોંધાયા હતા. આ સાથે જ કુલ દર્શનાર્થીઓનો આંક વધીને ૧૬.૩૬ લાખ થઇ ગયો છે.
Ambaji કુલ દર્શનાર્થીનો આંક ૧૬.૩૬ લાખને પાર અત્યારસુધી ૧૫ ગ્રામ સોનાની આવક નોંધાઈ
મેળામાં ભક્તોનો પ્રવાહ સતત વધી રહ્યો છે. પ્રથમ દિવસે ૧.૯૩ લાખ, બીજા દિવસે ૩.૦૫ લાખ, ત્રીજા દિવસે ૪.૮૯ લાખ ભક્તો નોંધાયા હતા. ચોથા દિવસે કુલ ૬૬૨ ધજારોહણ થયા હતા. આ સાથે જ કુલ ધજારોહણ ૧૮૮૨ થયા છે. ચોથા દિવસે કુલ ૩.૬૦ લાખ મોહનથાળના| પ્રસાદના પેકેટનું જ્યારે ૪૬૩૮ ચીકી| પ્રસાદ પેકેટ વિતરણ થયું હતું. અત્યારસુધી ૧૧.૧૬ લાખ મોહનથાળ પેકેટ, ૨૦૧૧૬ | ચીકી પેકેટનું વિતરણ થયું છે.
મેળાના ચાર દિવસમાં ઉડનખટોલામાં ૩૧૭૩૮ યાત્રિકો નોંધાયા છે. ચોથા | દિવસે પાંચ ગ્રામ સોનાની આવક થઇ હતી. આમ, સોનાની કુલ ૧૬.૦૮૦ ગ્રામ આવક થયેલી છે. બુધવારે ભાદરવી પૂનમ છે ત્યાં સુધી કુલ દર્શનાર્થીઓનો આંક ૩૦ | લાખને પાર થાય તેવી સંભાવના છે.