Surat દિવાળીના દિવાસે ફટાકડા ફોડતી વખતે તકેદારી નહી રાખવામાં આવે તો બાળક સહિતના વ્યકિતને નાની મોટી ઈજા કે દાઝી જવા બનાવો યથાવત રહેવા પામ્યા છે. તેવા સમયે સુરત શહેરમાં વિવિધ વિસ્તારમાં ૧૦ થી વધુ વ્યક્તિઓ દાઝતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Surat: નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં પાંચ-પાંચ ઈજાગ્રસ્તોને સારવાર માટે લવાયા

Surat: સ્મીમેર અને સિવિલથી મળેલી વિગત મુજબ અડાજણમાં ગૌરવપથ રોડ સુમનમુદ્રામાં રહેતો ૧૫ વર્ષીય આલોક રવિભાઈ ભોઈ ગત મોડી રાતે ઘરની બહાર ફટાકડા ફોડતો હતો. ત્યારે તે મોઢા અને ગળના ભાગે દાઝી ગયો હતો, આ સાથે અન્ય ચાર જેટલા વ્યકિત ફટાકડાના લીધે દાઝી કે ઈજા થતા સારવાર માટે નવી સિવિલાં ખસેડાયો હતો. આ ઉપરાંત લાલદરવાજામાં શ્રીદર્શન પેલેસમાં રહેતો ૨૧ વર્ષીય આદિત્ય પ્રબીરકુમાર ગત રાતે ઘર પાસે ફડાકટા ફોડતી વખતે બંને પગમાં દાઝી ગયો હતો. ડીંડોલીમાં સોમનાથનગરમાં રહેતો ૨૦ વર્ષીય શિવચંદ દિલીપ | સહાની ગત રાતે ઘર પાસે ફાટાકડા ફોડતા ડાબા હાથમાં દાઝી ગયો હતો, ઉત્રાણમાં આહીર ફળિયામાં રહેતો ૧૪ વર્ષીય મોહિત સંદિપ દેવીપુજક ગત | રાતે ફટાકડાના લીધે મોઢા અને આંખ પાસે દાઝી ગયો હતા.

અમરોલીમાં કોસાડ આવાસમાં રહેતો ૨૭ વર્ષીય જીતુ ઝીણા ગત રાતે ઘર નજીક ફટાકડાના લીધે આંખ પાસે દાઝી ગયો હતો. જેથી તેઓને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો.