રાજકોટ: સૌરાષ્ટ્રમાં દિવાળી નજીક આવી ગઈ પણ મેઘરાજા દૂર જવાનું નામ લેતા નથી, જેથી હવે ‘ખમૈયા કરો’ની પ્રાર્થના શરૂ થઈ છે. આવી સ્થિતિમાં આજે પણ ક્યાંક છાંટા- ઝાપટાં તો ક્યાંક ધોધમાર rain વરસ્યો હતો. કેશોદમાં એક, માળિયા હાટીનામાં પોણો, વડિયા અને કોટડા સાંગાણીમાં અડધો ઇંચ rainથી માર્ગો પર પાણી ફરી વળ્યા.
હવે મેઘરાજા ખમૈયા કરે.. એવી પ્રાર્થના શરૂ
આજે સવારથી વાદળ-છાંયા વાતાવરણ વચ્ચે અસહ્ય બફારો અનુભવાયો હતો. સમયાંતરે ઝાપટા પણ વરસ્યા હતા. ખાસ કરીને બપોર બાદ ગોંડલ, દ્વારકા અને રાણાવાવમાં ધોધમાર દોઢ ઇંચ જેવો rain વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ દરમિયાન કેશોદમાં એક ઇંચ, માળિયા હાટિનામાં પોણો ઇંચ તથા કોટડા સાંગાણી અને વડિયામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત આજે રાજકોટ, જામનગર, બગસરા, ધારી, ભેંસાણ, કુતિયાણા, કલ્યાણપુર અને લાલપુરમાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં.