Surat: દક્ષિણ ગુજરાતમાં અંતરિયાળ ગામડામાં હાહાકાર મચાવતો જીવલેણ લેપ્ટોસ્પાઇરોસીસના સુરત શહેરમાં વધુ બે દર્દી નોંધાયા છે. તેમને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Surat: દક્ષિણ ગુજરાતના ગામડા કરતા શહેરમાં લેપ્ટો. વધુ કેસ નોંધાતા તંત્રમાં ફફડાટ: સિટીમાં ૩ દર્દી પૈકી ૧નું મોત | વૃધ્ધા લેપ્ટો. સપડતા સારવાર માટે તેને આરોગ્ય વિભાગ પાસે મળેલી વિગત મુજબ ચોમાસાની મોસામમાં દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં ગામડામાં લેપ્ટો. તરખાટ મચાવે છે. જોકે આ વર્ષે દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લામાં ૨, તાપીમાં ૧, નવસારીમાં ૧, વલસાડમાં ર તથા અન્ય જીલ્લામાં ૩ દર્દી મળી અત્યાર સુધીમાં ૯ દર્દી ઝપેટમાં આવ્યા છે. જયારે સુરત શહેરમાં આજે વધુ બે દર્દી ઝપેટમાં આવ્યા હતા. જેમાં બમરોલી રોડ પર જય અંબેનગરમાં રહેતો ૩૫ વર્ષીય યુવાન અને અડાજણમાં રહેતા ૬૦ વર્ષીય

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં ૩ પૈકી ૧ દર્દીનું મોત થયુ હતુ. જોકે લિંબાયતમાં મીઠીખાડીમાં ઈન્દીરાનગરમાં રહેતો ૩૪ વર્ષીય યુવાનનું ખાનગી હોસ્પિટલમાં ગત તા.૧૧-૮-૨૦૨૪ના રોજ મોત થયુ હતું. જોકે આ વર્ષ દક્ષિણ ગુજરાતના ગામડા કરતા સુરત શહેરમાં લેપ્ટો. વધુ દર્દીઓ ઝપેટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હોવાનું સુત્રો કહ્યુ હતું.