Morbi: વાંકાનેર વચ્ચે ડેમુ ટ્રેન સવારે ચાલે છે. વહેલી સવારે 6 વાગ્યે મોરબીથી ઉપડેલી ડેમુ ટ્રેન રફાળેશ્વર અને મકનસર ગામે વચ્ચે બંધ પડી ગઈ હતી.
Morbi:વાંકાનેરથી ઇન્ટરસિટી ટ્રેનમાં જવા ઈચ્છુક અનેક મુસાફરો સમયસર પહોંચી ન શક્યા, ભારે આક્રોશ પ્રસર્યો
સવારમાં ડેમુ ટ્રેન મુસાફરો અટવાઈ ગયા હતા જેથી રોષ જોવા મળ્યો હતો. ડેમુ ટ્રેન રફાળેશ્વર પાસે બંધ પડતા મુસાફરો સવારમાં અટવાઈ ગયા હતા મોરબીથી વાંકાનેર ડેમુ ટ્રેનના ટાઈમિંગ અન્ય ઇન્ટરસીટી અને લાંબા અંતરની ટ્રેન સાથે કનેક્ટ છે. ડેમુ ટ્રેન વાંકાનેર પહોંચી પછી ત્યાંથી મુસાફરો અન્ય ઈન્ટરસીટી અને લાંબા અંતરની ટ્રેન પકડતા હોય છે જેથી ૩૦૦ થી વધુ મુસાફરો હેરાન થયા હતા.
વાંકાનેર પહોંચેલ ડેમુ ટ્રેનના મુસાફરોને અમદાવાદ જવા માટે વંદે ભારત ટ્રેનમાં પણ ચડવા દેવામાં આવ્યા ના હતા. જેથી મુસાફરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો આ મામલે વાંકાનેર સ્ટેશન પ્રબંધક અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. અવારનવાર ડેમુ ટ્રેન મુસાફરોને રઝળાવતી હોય છે. ત્યારે રેલ્વે વિભાગે આ મામલે ગંભીરતાથી વિચાર કરવો પડશે અને મુસાફરોના સમયની કીમત સમજવી પડશે.