morbi: માળિયા મિંયાણાના અણીયારી ટોલનાકા નજીક ફિલ્મી ઢબે કારને આંતરી લઈને થાર, ફોર્ચ્યુનર, સ્વીફ્ટ અને આઈ ૨૦ સહિતની ચાર કારમાં સવાર સાત શખ્સો હથિયાર લઈને તૂટી પડ્યા હતા જે મારામારી માં ચાર યુવાનને ગંભીર ઈજા પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
morbi: અણીયારી ટોલનાકા પાસે ચાર કારમાં આવેલા ૭ શખ્સ ધારિયા, કુહાડી, ધોકા, છરી લઈ તૂટી પડ્યા, કાર ચડાવી દેવાનો પ્રયાસ
માળિયાના નવાગામના રહેવાસી | અબ્દુલ ઉર્ફે કાળુ ઉમરભાઈ જેડાએ આરોપીઓ ઈકબાલ ઉર્ફે ઈકો હાજી મોવર, રફીક હાજી મોવર, ઈકબાલનો ભાણેજ યુસુબ સંધવાણી, જાકીર હબીબ જેડા, અવેશ હબીબ જેડા, સબીર જાકીર જેડા અને કાળા જાકીર જેડા એમ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ભાણેજસદામને આરોપી ઇકબાલ સાથે અગાઉ સામાન્ય બોલાચાલી થઇ હતી જેનું મનદુઃખ રાખી આરોપીએ ધારિયા, કવાડી, ધોકા અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો લઈને આવ્યા હતા. ફરિયાદી અબ્દુલ પોતાની અરટીકા કાર લઈને જતો હતો.
ત્યારે અણીયારી ટોલનાકા પાસે ફિલ્મી ઢબે આંતરી કારને ઉભી રખાવી હથિયારોથી હુમલો કરી ગાડીમાં નુકશાન કર્યું હતું. તેમજ ફરિયાદીને ડાબા ખંભે ધોકાથી ઈજા કરી હતી તેમજ અન્ય થાર, ફોર્ચ્યુનર, સ્વીટ અને આઈ ૨૦ કાર લઈને આવેલા આરોપીઓએ મારી નાખવાના ઈરાદે ગાડી માથે ચડાવી દઈને અબ્દુલને પાછળના ભાગે કમર ઉપર, હૈદરને ડાબા પગમાં ફ્રેકચર અને મોસીન ઉર્ફે ડીકાને પગમાં ફ્રેકચર અને નિજામને માથામાં અને છાતીમાં ગંભીર ઈજા કરી હતી માળિયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.