Morbiની આર.ઓ. પટેલ વિમેન્સ કોલેજમાં કાર્યરત મહિલા પ્રોફેસરે આચાર્ય વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી હતી. તો આચાર્ય વિરુદ્ધ એક્શન લેવાને બદલે ફરિયાદ કરનાર મહિલા પ્રોફેસરને જ નોકરીમાંથી છુટા કરી દેવામાં આવતા આ મામલે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
Morbi: મહિલા બીએડ કોલેજનાં અંગ્રેજી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મહિલા અધ્યાપક સાથે ટ્રસ્ટીઓની મનમાની અંગે ફરિયાદ
Morbiના પંચાસર રોડ પર રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા દશાડીયા ધર્મિ નબેને કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે તેઓ મોરબીની કડવા પાટીદાર કન્યાકેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર ઓ પટેલ વિમેન્સ કોલેજમાં વર્ષ ૨૦૧૩થી ઈંગ્લીશ વિષયમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. જાન્યુઆરી ૨૦૨૪માં સંસ્થાના બી.એડ. કોલેજના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા કમલેશ ભોરણીયાએ મહિલા અધ્યાપકની છેડતી કરી હતી. જે બાબતે ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈ ફેફરને જાણ કરી હતી. મહિલા અધ્યાપક દ્વારા આપવામાં આવેલ પ્રુફ પણ રજુ કર્યા હતા. ટ્રસ્ટીઓએ આ બાબતે પ્રિન્સીપાલને કશું ના કહેતા અમોને ઠપકો આપ્યો હતો અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી છેડતીનો ભોગ બનેલ મહિલા અધ્યાપકે આ બાબતે કશું જ કરવાની નાં પાડી જેથી બધી વાત ભુલીને નોકરી કરવા લાગ્યા હતા.
વર્ષ ૨૦૨૪માં વેકેશન ખુલતા તા. ૨૪- ૦૬-૨૦૨૪ ના રોજ રાબેતા મુજબ નોકરીએ ગયા ત્યારે પ્રિન્સિપાલે અમોને ટ્રસ્ટીઓએ મળવાનું કહ્યું જેથી અરજદાર એ જ દિવસે ટ્રસ્ટનીઓફિસે મળવા ગયા જ્યાં બંને ટ્રસ્ટીઓ બેચરભાઈ હોથી અને ગોપાલભાઈફેફર હાજર હતા. નોકરીની રજૂઆત કરતા હવે ‘તારે અહિંયા નોકરી કરવાની નથી અહિંયા આવતી નહિ’ આવા અપમાન જનક શબ્દો બોલ્યા અને અમોએ કારણ લેખિતમાં માંગતા કશું જ મળશે નહિ જે કરવું હોય તે કરી લે કારણ તને ખબર જ છે આવું કહ્યું હતું.
અરજદાર વર્ષ ૨૦૧૩થી સંસ્થામાં નોકરી કરતા હોય અને અગાઉ પણ નાની મોટી ઘટનાઓ સંસ્થામાં બનતી પરંતુ અગાઉના ટ્રસ્ટીઓ બાબત સમજી વિચારીને મહિલાઓને હિતમાં નિર્ણય લેતા પરંતુ હાલના ટ્રસ્ટીઓ મન ફાવે તેવા અયોગ્ય નિર્ણયો લે છે. ખરાબ કૃત્ય કરનારને સપોર્ટ કરે છે. જેથી અરજદારને યોગ્ય ન્યાય અપાવી કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી છે.