Morbi: કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના ટ્રસ્ટની સ્થાપના ઈ.સ. ૧૯૭૭માં કરવામાં આવી હતી. જે સંસ્થા દ્વારા સમાજ કલ્યાણ હેતુ શાળા-કોલેજો શરુ કરવામાં આવી છે. તે ઉપરાંત અનેકવિધ સમાજ ઉપયોગી કાયી કરતા રહે છે. તાજેતારમાં કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી સંચાલિત ઉમા સંસ્કારધામ આયોજિત આવ્યો માં નો રૂડો અવસર ત્રણ દિવસીય મહોત્સવ ઉજવાયો હતો.

Morbi: જયસુખ પટેલની મોદક તુલા બાદ માતાજીના ચરણે ધરાવાશે લાડુનો મહા પ્રસાદઃ આરોપીની મોદક તુલા લોકોમાં ચર્ચાસ્પદ

જે ત્રણ દિવસના મહોત્સવમાં લોકાપર્ણ સમારોહ, સામાજિક સંમેલન, દાતા સન્માન અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જે પ્રસંગે અજંતા ઓરેવા અને ઓરપેટ ઉદ્યોગ ગ્રુપે મોરબીનું નામ સમગ્ર વિશ્વમાં ગુંજતું કર્યું છે. જે હજારો દીકરીઓને રોજગારી આપે છે. એવા જયસુખભાઈ પટેલની મોદક| તુલના કરવામાં આવી હતી અને એ મોદક તુલાનો લાડુ મહા પ્રસાદમાં ઉમિયાજીના ચરણે ધરી ૬૦,૦૦૦ સાંઈઠ હજાર બોક્સમાં ભરી ૬૦,૦૦૦ કડવા પાટીદાર પરિવારમાં પહોંચાડવામાં આવશે. તેવી જાહેરાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ અને તેમનો પરિવાર વર્ષોથી સામાજિક કાર્યોમાં ઉદાર હાથે દાન આપતા હોય છે. જેથી ઠેર ઠેર તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવતું હોય છે. પરંતુ સાથે એ પણ ના ભૂલવું જોઈએ કે તેઓ ઝૂલતો પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી છે. જે કેસ હજુ અન્ડર ટ્રાયલ છે અને કોર્ટમાંથી તેઓનો નિર્દોષ છુટકારો થયો નથી. ઝૂલતો પુલ દુર્ઘટનામાં ૧૩૫ બાળકો, મહિલાઓ સહીત નિર્દોષ નાગરિકોના મોત થયા હતા.