Vadodara: ગુજરાતના વડોદરા શહેરની હદમાં એકાંત સ્થળે બે અજાણ્યા લોકો દ્વારા એક સગીર પર કથિત રીતે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. પોલીસે શનિવારે (ઓક્ટોબર) આ માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીના સહયોગીએ યુવતીના બોયફ્રેન્ડને બંધક બનાવી લીધો હતો.

આ કથિત ઘટના નવરાત્રિ દરમિયાન બની હતી, જ્યારે શહેરભરમાં આયોજિત ગરબા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરની બહાર આવે છે. વડોદરા (ગ્રામ્ય)ના પોલીસ અધિક્ષક રોહન આનંદે જણાવ્યું કે પીડિતાએ પોલીસને જણાવ્યું કે તે રાત્રે લગભગ 11 વાગ્યે શહેરના લક્ષ્મીપુર વિસ્તારમાં તેના બાળપણના મિત્રને મળવા ગઈ હતી.

આરોપીઓ બાઇક પર સવાર હતા
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તેઓ ભાયલી વિસ્તારમાંથી સ્કૂટર પર પાછા ફરી રહ્યા હતા ત્યારે મધ્યરાત્રિના સુમારે એક વેરાન રસ્તા પર ટુ-વ્હીલર પર સવાર પાંચ લોકોએ તેમને રોક્યા.”

તેમણે કહ્યું, “બે આરોપીઓ દલીલ બાદ ચાલ્યા ગયા જ્યારે ત્રણ આરોપી પાછા આવ્યા. “ત્રણમાંથી બે વ્યક્તિએ સગીર છોકરી પર દુષ્કર્મ કર્યો જ્યારે ત્રીજા વ્યક્તિએ તેના મિત્રને પકડી લીધો.” જિલ્લા પોલીસ અધિકારી રોહન આનંદે જણાવ્યું હતું કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.

ગુનેગારોને ઓળખવા માટે ટીમો બનાવવામાં આવી છે
આનંદે કહ્યું, “ગુનેગારો સ્થળ પરથી જતાની સાથે જ પીડિતાએ પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વિસ્તારને કોર્ડન કરીને પુરાવા એકત્ર કર્યા. “ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને ગુનેગારોને ઓળખવા માટે ટીમો બનાવવામાં આવી છે.” ગુજરાત સરકારે આ વર્ષે નવરાત્રી પર્વ માટે ગરબા કાર્યક્રમના સમય પરના નિયંત્રણો હટાવ્યા છે.