અમદાવાદ Metro rail પ્રોજેક્ટના બીજા તબક્કામાં કુલ ૨૨.૮ કિલોમીટર પૈકી ૨૦.૮ કિલોમીટરના કામ પૂર્ણ થતાં ૧૬મી સપ્ટેમ્બર ને સોમવારે તેનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્ય લાઇન અમદાવાદના એપીએમસી થી મોટેરા અને મહાત્મા મંદિર સુધીની છે, જ્યારે શાખા લાઈન ગિફ્ટ સિટી ખાતે પૂર્ણ થાય છે.

ગાંધીનગર Metro railની કુલ લંબાઇ ૨૨.૮ કિ.મી રહેશે જે પૈકી ૫.૪ કિલોમીટર શાખા લાઈન હશે

મુખ્ય લાઇનમાં ૨૦ તેમજ ૫.૪, કિલોમીટરની શાખા લાઈનમાં બે સ્ટેશન આવે છે. આ પ્રોજેક્ટની કુલ કિંમત ૫૩૮૪.૧૭ કરોડ રૂપિયા છે. વડાપ્રધાન સેક્ટર-૧ થી આ તબક્કાની મેટ્રોલાઈનનું ઉદઘાટન કરશે. આ સાથે ગાંધીનગરના આઠ સ્ટેશનનું લોકાર્પણ થશે, જેમાં મોટેરા થી સેક્ટર-૧ સુધી ૧૫.૪ કિલોમીટર વાયડક્ટ અને છ સ્ટેશનો તેમજ બે સ્ટેશન પીડીઇયુ અને ગિફ્ટ સિટી રહેશે.

અમદાવાદને ગાંધીનગર સાથે જોડતી નર્મદા કેનાલ પર ૧૪૫ મીટર સેન્ટ્રલ સ્પાન ધરાવતો ૩૦૩ મીટર લાંબો કેલબ-સ્ટે એકસ્ટ્રા ડોઝ બ્રિજ એ એક સિદ્ધિ છે, જે મેટ્રો પરનો ભારતનો સૌથી લાંબો છે, જ્યારે સાબરમતી નદી પર ૯૬૦ મીટર લાંબો પુલ જે ઓટો લોન્ચિંગ ટેકનિકથી બનાવવામાં આવ્યો છે અને તે અમદાવાદને ગિફ્ટ સિટી સાથે જોડે છે.