Mehsana: સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ ૧૬૬માં અંગદાન ની વિગતો જોઈએ તો, મહેસાણા જીલ્લાના કડી ખાતે રહેતા રંજનબેનને બ્રેઇન હેમરેજ થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.
Mehsana સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૨૨-૦૯-૨૦૨૪ ના રોજ ડોક્ટરોએ રંજનબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે હાજર તેમના પતિ જીગરભાઇને સિવિલ હોસ્પિટલના ડોકટરો એ અંગદાન વિષે સમજાવતા બ્રેઇન ડેડ પત્નીના અંગોનુ દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ નાં અધિક તબીબી અધિક્ષક ડૉ.રજનીશ પટેલે જણાવ્યું હતું કે રંજનબેન ના પતિ જીગરભાઈ એ અચાનક આવી પડેલી દુઃખ ની ઘડી માં પણ હકીકત ને સ્વીકારી પરોપકારી નિર્ણય કરી ચાર લોકો ની જીંદગી બચાવવા નો ઉમદા નિર્ણય કર્યો છે જે ખુબ જ સરાહનીય છે.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૬ અંગદાતાઓ થકી કુલ ૫૩૬ અંગો નું દાન મળેલ છે. જેના થકી ૫૨૦ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. રંજનબેન ના અંગદાનથી મળેલ બે કીડની અને એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલ ના જરુરીયાત્મંદ દર્દીઓમાં તેમજ હ્રદયને અમદાવાદની યુ એન મેહતા હોસ્પિટલ માં દર્દી ને પ્રત્યારોપણ કરવામાં આવશે. આમ આ અંગદાન થી કુલ ચાર લોકોની જીંદગી આપણે બચાવી શકીશુ