CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ કમબાઈન્ડ ઓથોરીટીના વેસ્ટ મિડલેન્ડના મેયર રિચાર્ડ પાર્કર અને હાઈલેવલ ડેલીગેશને ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલી યુ.કે.-ઇન્ડીયા ટ્રેડ ડિલ પછી આ ડેલિગેશન પ્રથમવાર ગુજરાત મુલાકાતે આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત દરમિયાન ડેલિગેશનના સભ્યોએ ખાસ કરીને હાયર એજ્યુકેશન-ગ્રીન ઇકોનોમી અને EV, સ્કીલ ડેવલોપમેન્ટ, એ.આઇ., એડવાન્સ મેન્યુફેક્ચરીંગ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહયોગની તત્પરતા વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં ૨૦૩૦માં યોજનારી કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇકોસીસ્ટમ અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરના નિર્માણમાં યુ.કે. તજજ્ઞતાનું યોગદાન આપવા અંગે તેમણે મુખ્યમંત્રી સાથે ફળદાયી ચર્ચાઓ કરી હતી. એટલું જ નહીં આ ગેમ્સના આયોજન સંદર્ભ મુખ્યમંત્રી અને ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને વેસ્ટ મિડલેન્ડની મુલાકાતે આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વના દેશો માટે ભારત વિશ્વાસુમિત્ર તરીકે ઉભરી આવ્યું છે. ગુજરાતને તેમના નેતૃત્વનો જે લાભ મળ્યો છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ૨૦૦૩ની વાયબ્રન્ટ સમિટથી ગુજરાત ગ્લોબલ ડેસ્ટીનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છેથી અને તેમના દિશા દર્શનમાં ગુજરાતે પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે વિવિધ પોલિસીઝ મેકીંગથી સેક્ટર સ્પેસીફિક ગ્રોથેનું વિઝન અપનાવ્યું છે.
આ સંદર્ભમાં CM Bhupendra Patelએ જણાવ્યું કે વિકસિત ભારત ૨૦૪૭ના વડાપ્રધાનના લક્ષ્યમાં પણ ગુજરાત ગ્રીન ગ્રોથ સહિતના ઉભરતાં ક્ષેત્રોથી લીડ લેવા સજ્જ છે. યુ.કે.ને સહભાગીતાના આવા જે ક્ષેત્રોમાં રસ હોય તેમાં ગુજરાત સરકાર સંપૂર્ણ સહકાર આપવા ઉત્સુક છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા સેક્ટર્સ એક્સપ્લોર કરવા અને પરસ્પર વિકાસની સંભાવનાઓને ગતિ આપવા ગુજરાત સરકાર અને વેસ્ટમિડલેન્ડના અધિકારીઓની એક જોઈન્ટ વર્કીંગ ગ્રુપ બનાવવા તથા એ માટેના સંપર્ક સૂત્ર તરીકે ઇન્ડેક્સ-બીને નોડલ એજન્સી નિયુક્ત કરવાનું સૂચન કર્યું હતું.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટની આગામી કડી તથા ૨૦૨૭ના વાઈબ્રન્ટ સમિટમાં જોડાવાનું આમંત્રણ પણ મુખ્યમંત્રીએ આ ડેલિગેશનને આપ્યું હતું. આ હાઇ લેવલ ડેલિગેશનમાં વેસ્ટમિડલેન્ડ ગ્રોથ કંપનીના CEO નેઇલ રામી, E. ON એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના ચીફ કોમર્શીયલ ઓફિસર વિજય ટાંક, યુનિવર્સીટી ઓફ વોર્વીક ઇનોવેશન ડિસ્ટ્રીક્ટના ગ્રેગ ક્લાર્ક, બર્મીંગહાર્મ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડેવિડ, જી.ઇ.ડી.યુ ના મેનેજીંગ ડિરેક્ટર કેવિન મેકકોલે, એસ્ટન યુનિવર્સીટીના ચીફ કોમર્શીયલ ઓફિસર, યુનિવર્સીટીના ડેપ્યુટી પ્રો-વાઇસ ચાન્સેલર માર્ક લી, UKIFF ઇન્ડીયા ગ્લોબલ ફોરમના વિલિયમ કેન તથા મનોજ લાડવા જોડાયા હતાં.
આ સૌજન્ય મુલાકાત વેળાએ ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મતિ મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, ઉદ્યોગ કમિશ્નર પી.સ્વરૂપ, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે તેમજ ઇન્ડેક્ષબીના એમ.ડી. કેયૂર સંપટ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.





