Bhagwant Mann Gujarat Visit: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમદાવાદ ગુરૂદ્વારામાં માથુ ટેકાવી ધન્યતા અનુભવી હતી. આ તકે મિડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું અહીં પ્રમુખ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું., તેમણે મને અહીં આમંત્રિત કર્યો અને ગુરૂદ્વારામાં નત મસ્તક થવાનો અવસર આપ્યો. ગુરુ સાહેબના આશીર્વાદ મેળવવાનો સુભગ અવસર મળ્યો અને મેં પ્રાર્થના કરી કે પરમાત્મા આપણને દેશસેવા કરવાની શક્તિ આપે, સદ્દબુદ્ધિ આપે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરે. આ પવિત્ર સ્થળ પરથી આજે પણ સમગ્ર દુનિયામાં શાંતિ, સદભાવ અને સર્વજન કલ્યાણની અરદાસ થાય છે. આજે પણ અહીંથી એવી જ પ્રાર્થના થાય છે કે સમગ્ર વિશ્વમાં શાંતિ રહે, સૌ પ્રગતિ કરે અને સૌનું કલ્યાણ થાય .

ભગવંત માને જણાવ્યું હતુ કે, “નાનક નામ ચઢદી કલા, તેરે ભાણે સર્વત દા ભલા.” અહીં આવીને ખૂબ શાંતિ અને સંતોષ અનુભવાયો કે અમદાવાદમાં રહેતા શીખ ભાઈચારાના લોકોએ પોતાનો ધર્મ, પોતાની વારસા અને પોતાની સંસ્કૃતિને ખૂબ જ સુંદર અને શિસ્તબદ્ધ રીતે જાળવી રાખી છે. હું ફરી એક વખત કમિટીના તમામ સભ્યોનો, પ્રમુખ સાહેબનો તથા તમામ પદાધિકારીઓનો આભાર માનું છું. અહીં સૌ લોકો પરસ્પર એકતા, પ્રેમ અને ભાઈચારાની ભાવનાથી રહે છે,આ જોઈને મને અત્યંત આનંદ થયો.