Mandal riot: અમદાવાદ જિલ્લાના વિરમગામના માંડલ ખાતે આવેલી રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાનાં ઓપરેશન બાદ દ્રષ્ટિમાં ખામી અને અંધાપાનો ભોગ બનનાર ૨૧ દદીઓના કિસ્સામાં થયેલી સુઓમોટો અરજીની સુનાવણી દરમ્યાન આજે પીડિતો તરફથી સરકાર દ્વારા તેઓને દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવાય તે તે માટે કરાયેલી માંગણી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી.

Mandal riot: વળતર માર્ટે ગ્રાહક કોર્ટમાં અને કસૂરવાર તબીબો સામે પગલાંને લઈ એમસીઆઈ સમક્ષ જવા નિર્દેશ

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી જણાવ્યું હતું કે, પીડિતો આ વળતર માટે ગ્રાહક કોર્ટમાં અરજી કરી પોતાને થયેલા નુકસાનનું વળતર અઝલ માંગી શકે છે. કારણ કે, હોસ્પિટલ અને દદીઓ વચ્ચે સેવાઓમાં ખામીઓની બાબત ગ્રાહક સુરક્ષા કાયદામાં આવરી લેવામાં આવી હોવાથી અરજદારો પાસે ગ્રાહક કોર્ટમાં અરજી કરીને તેમને થયેલી નુકસાનીનું વળતર માંગવાનો વિકલ્પ ખુલ્લો છે. આથી સરકારી તિજોરીમાંથી વળતર આપવાની માગણી સ્વીકારી શકાય નહી. તો પીડિતો તરફથી અંધાપાકાંડ પ્રકરણમાં ગંભીર નિષ્કાળજી દાખવનાર તબીબોની ડિગ્રી સસ્પેન્ડ કરવાની માગણી પણ કરાઈ હતી.

જેન`લઈને હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આ બાબતે અરજદારો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી શકે છે અને તે વિકલ્પ તેઓ પાસે ખુલ્લો છે. જો કોઇ તબીબો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોય તો તેમની સામે કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઈ) પાસે છે અને તેઓ આ બાબતે ધ્યાનમાં લઈ શકે છે. આથી પીડિતોએ યોગ્ય ફોરમમાં અરજી કરવી જોઇએ.