જામનગર શહેરના ૫૮ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ કાનાનગર શેરી નં.રમાં ભાડે મકાન રાખી વિદેશી દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. Morbiના વજેપરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સને ઝડપી લેવાયો છે. દ્વારકા, મીઠાપુરમાં પણ દારૂના દરોડા પાડવામાં આવ્યા છે.
જામનગર સીટી-એ ડીવીઝન પોલીસે કાનાનગર શેરી નં.૧ ના કાંઠે રતનશી કાનજી મંગેના ભાડે આપંલા મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી ના આધારે દરોડો પાડતા સ્થળ પરથી મહેન્દ્ર ઉર્ફે મસાલી કરશનભાઈ માવ મળી આવ્યો હતો.અને મકાનમાં તપાસ કરતા અંદરથી ૮૭ હજારની કિંમતની દારૂની ૧૭૪ બોટલ કબજે કરી હતી. પોલીસ તપાસમાં મહેન્દ્ર । અને પ્રેમ કાનો બારૂતો બન્ને મકાન ભાડે રાખી દારૂનો વેપલો કરતા હોવાનું ખુલ્યું છે.પોલીસે પ્રેમ કાનો બારૂતોની શોધખોળ હાથ ધરી આ બન્ને શખ્સો કેટલા સમયથી આ ધંધો કરતા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
Morbiના વજેપરમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયોઃ દ્વારકા, મીઠાપુરમાં પણ દારૂના દરોડા
મોરબીના વજેપરમાંથી ભુપેન્દ્રભાઈ જયસુખભાઈ વાઘેલાને દારૂની બોટલો સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા પ્રદીપ ભગવાનજીભાઈ રાઠોડની તેના રહેણાંક મકાનમાંથી પોલીસે રૂપિયા ૧૫,૭૭૮ની કિંમતની ૨૩ બોટલ વિદેશી દારૂ સાથે અટકાયત કરી હતી. દ્વારકા તાલુકાના બરડીયા ગામે રહેતા પરબતભા જોધાભા માણેક તથા મિતેશભા આશાભા સરીયાને પણ દારૂ સાથે ઝડપી લેવાયા હતા.