બહારનું ખાનારાઓને સાવધાન થવાની જરૂર છે. શહેરના તરસાલી હાઇવે પરની સર્વોત્તમ હોટલના સૂપમાંથી મૃત ગરોળી નીકળી છે. એક ગ્રાહકના સૂપમાંથી ગરોળી નીકળી હતી. આ અંગેની જાણ જ્યારે મેનેજરે કરી ત્યારે તેમણે માફી માંગી લીધી હતી. સૂપમાંથી ગરોળી નીકળતા આરોગ્ય વિભાગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, તરસાલી હાઈવે પર આવેલી સર્વોત્તમ હોટેલના સૂપમાંથી મૃત ગરોળી નીકળતા હોબાળો મચી ગયો છે. હોટલમાં બનાવેલું સૂપ કેટલાય લોકો હોંશે હોંશે તો પી ગયા છે. પરંતુ ગરોળી એક ગ્રાહકનાં સૂપના બાઉલમાં આવતાની સાથે જ આ કિસ્સો સામે આવ્યો હતો. ગ્રાહકે આ અંગેની જાણ જ્યારે હોટલના મેનેજરને કરી ત્યારે તેણે તરત જ માફી માંગી લીધી હતી. પરંતુ સવાલ એ થાય છે કે, આ ગરોળીવાળા સૂપ જેને અજાણતા પીધું છે તેમનું સ્વાસ્થ્ય બગડશે તો એમા જવાબદાર કોણ રહેશે.

બહારના ખાવાનામાંથી અનેક જીવાત કે વંદો કે ગરોળી નીકળવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. જેમા તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. તો પણ હોટલના માલિકોને જાણે કોઇનો ડર ન હોય તેમ સતર્ક થઇ નથી રહ્યા. આવો જ એક કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો હતો. થોડા સમય પહેલા જાણીતી રેસ્ટોરન્ટ ઘી-ગુડની નારણપુરા બ્રાંચમાં સીંગદાણામાંથી ઇયળો નીકળવાના કિસ્સાએ ભારે ચર્ચા જગાવી છે. સીંગદાણામાંથી ઇયળો નીકળતાની સાથે ગ્રાહકોએ હોળાળો મચાવ્યો હતો. ગ્રાહકોએ આ અંગેની ફરિયાદ રેસ્ટોરન્ટના મેનેજમેન્ટમાં પણ કરી હતી. જે બાદ મેનેજરે માફી માંગી લીધી હતી.