Amreli: ઝવેરચંદ મેઘાણીએ રચેલી ચારણ કન્યામાં ગીરના જંગલમાં વસતા માલધારીઓની કન્યાઓની બહાદુરીની પ્રસંશા વર્ણવી છે. અહી અવારનવાર ભેસો સિંહોને ભગાડે છે. આવી જ એક વધુ ઘટના હેમાળ ગામે બની છે. અહીં ધસી આવેલા સિંહોના ટોળા આખલાનો કોળિયો કરી જાય એ પહેલા આખલાએ જીવ સટોસટની બાજી ખેલી આખલાઓનો સામનો કરતા ડાલામથ્થા વનરાજો આખલાને છોડીને ઉભી પૂછડિયે નાસી ગયા હતા. અને સિહોને ભૂખ્યા પેટે ભાગવું પડયું હતુ.

Amreli: શિકારની શોધમાં ખાંભાના પીપળવા ગામે શેરીઓમાં આંટા મારતી સિહણ સીસીટીવી કેમેરામાં કેદ થઇ

Amreli જિલ્લામાં આવેલ બે અલગ | અલગ ગામડામાં સિંહો ઘુસી જવાની ઘટનાઓ સામે આવી છે સમગ્ર ઘટનાઓ સીસીટીવી કેમેરામ કેદ થઈ હતી સિંહો શિકારની શોધમાં રાત્રીમાં સમયે ગામડાઓની શેરીઓ સુધી શ્વાનની મારફતે ફરી રહ્યા છે જાફરાબાદ તાલુકાના હેમાળ ગામમાં રાત્રીના સિંહોનું ટોળું શિકારની શોધમાં ગામડામાં આવી ચડયું ,પરંતુ પશુઓ મળ્યા નહિ! નાનકડી હેમાળ ગામની શેરીઓમા આંટાફેરા મારતા હતા .તે દરમ્યાન સિંહોને આખલાનો સામનો થતા સિંહો રીતસર ડરી થભી ગયા હતા .થોડીવાર સિંહો ભાગવાની પણ હિંમત કરી ન શક્યા!બહાદુર આખલો સિંહોના ટોળા સામેજ નજીક અડીખમ રીતે ઉભો રહ્યો,સામનો કરવા માટેની કોશિશ કરી પરંતુ સિંહો આખલાના કારણે ગભરાઈ ડરી ભાગ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ખાંભાના પીપળવા ગામની શેરીમાં રાત્રીના સમયે શિકારની શોધમાં સિંહણ આવી ચડી પરંતુ શિકાર મળ્યો નહિ રાતભર મોડે સુધી પીપળવા ગામની શેરીઓમાં સિંહણએ શિકારની શોધમાં લટાર મારતા જોવા મળી હતી સ્થાનિક સીસીટીવી કેમેરામાં દ્રશ્યો કેદ થતા વીડિયો સાશ્યલ મીડિયામાં વાયરલ થયો છે