ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસની તપાસમાં ક્રાઈમબ્રાંચે ગેરકાયદેસર રીતે Ayushman કાર્ડ તૈયાર કરવાના કૌભાંડના પર્દાફાશ કર્યો હતો. આ કેસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું ર્યું હતું કે પીએમજેએવાય હેઠ હેઠળ સર્જરી કરાવવા માટે ખ્યાતિ હોસ્પિટલના ૧૫૦ જેટલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડ તૈયાર કરાયા હતા. આ સાથે આયુષ્યાન કાર્ડ કૌભાંડમાં સકંળાયેલા આરોપીઓ વોટ્સએપ અને ટેલીગ્રામ એપ્લીકેશનના અલગ અલગ ગ્રુપની મદદથી સમગ્ર દેશમાં કૌભાંડ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે.
ખ્યાતિ હોસ્પિટલમાં ચાર મહિનામાં ૧૫૦ દર્દીઓના ગેરકાયદેસર Ayushman કાર્ડ તૈયાર થયાનો ઘટસ્ફોટ
ખ્યાતિ હોસ્પિટલ કૌભાડની તપાસ કરી રહેલી ક્રાઈમબ્રાંચની ટીમને તપાસ કરતા માહિતી મળી હતી કે જે દર્દીનુ ઓપરેશન હોય તે દર્દીનું આયુષ્યમાન કાર્ડ માત્ર ૧૫ મિનિટમાં તૈયાર થતું હતું અને ૩૦ મિનિટમાં પીએમજેએવાયના પોર્ટલથી ઓપરેશન માટેની મંજુરી પણ મળી જતી હતી. જે અંગે ઉંડાણ પૂર્વક તપાસ કરતા પોલીસને પીએમજેએવાય હેઠળ Ayushman કાર્ડ ઇસ્યુ કરવાના કૌભાંડની વિગતો મળી હતી. જેમાં એન્સેર કોમ્યુનિકેશનનો હેડ નિખિલ પારેખ અને તેની સાથેના એજન્ટોની સંડોવણી સામે આવી હતી. નિખિલ પારેખ સમગ્ર કૌભાંડ ચલાવવા માટે આયુષ્યમાન કાર્ડની વેબસાઇટનું માસ્ટર આઇડી પ્રતિમાસ ૨૦ હજાર સુધીના ભાડે આપતો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું મળ્યું હતું કે તેણે ૫૦ જેટલા એજન્ટો માસ્ટર આઈડી અને પાસવર્ડ આપ્યો હતો.
ખ્યાતિ હોસ્પિટલ માટે આરોપીઓએ ૧૫૦ જેટલા દર્દીઓના આયુષ્યમાન કાર્ડ ગેરકાયદેસર રીતે ૧ તૈયાર કર્યા હતા. એ ? એટલું જ નહી આયુષ્યમાન કાર્ડ તૈયાર કરતી | ગેગ સમગ્ર કૌભાંડ માત્ર ગુજરાતમાં જ નહી પણ સમગ્ર દેશમાં ચલાવતા હતા. આ માટે તે વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી એપ્લીકેશનથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. અમદાવાદ ક્રાઈમબ્રાંચની તપાસમાં આગામી સમયમાં વધુ | ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.