Aam Admi Party News: વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થવાથી સમગ્ર રાજ્યમાં લોકો પાસે હવે એક સૂત્ર આવ્યુ છે કે હવે વિસાવદર વાળી થશે. આ નવી ઉર્જાથી સમગ્ર રાજ્યમાં જિલ્લા સીટ પંચાયત વાઈઝ ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા Aam Admi Partyના જીલ્લા પ્રમુખ અને તેમની ટીમ દ્વારા સંકલન કરી કુંકાવાવ ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત સદસ્ય જોડો અભિયાનરૂપી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકી, રાહુલ હરખાણી, કાંતિભાઈ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, સુખાભાઈ વાળા સહિતના આગેવાનો હાજર રહી માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના મત વિસ્તાર અમરેલી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ગઢ સમાન કુંકાવાવ વડિયા વિસ્તારમાં ગાબડા પડ્યા છે. વર્તમાન અને પૂર્વ તાલુકા જિલ્લાના પદાધિકારીઓ અને હોદેદારો આમ આદમી પાર્ટી સાથે પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુ સોલંકીની ઉપસ્થિતિમાં જોડાયા છે. તો આજ તાલુકાના કોંગ્રેસમાં પણ મોટા પાયા પર ગાબડા પડ્યા છે અને વર્તમાન તાલુકા પંચાયતના વિપક્ષી નેતા સહીત અનેક હોદેદારોએ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ ગુજરાત જોડો અભિયાનમાં કુંકાવાવના જિલ્લા પંચાયતના પૂર્વ સિંચાઈ સમિતિના ચેરમેન વિજયભાઈ ડોબરીયા,તાલુકા પંચાયતના વિપક્ષી નેતા મનસુખભાઈ ગોંડલીયા,દેવેન્દ્રભાઈ ચોવટીયા,અરવિંદભાઈ આસોદરિયા, સુભાષભાઈ સુખડીયા,અરવિંદભાઈ મુંધવા,નિલેશભાઈ સાવલિયા,ભીમજીભાઈ વેકરીયા,નીતિનભાઈ ગોંડલીયા,મહેશભાઈ ડેરૈયા,ભાવેશભાઈ સોજીત્રા,નાજાપુરથી વેરસલભાઈ હુંબલ, ભાયાવદરથી રાજુભાઈ વાળા,ચિતલથી અશોકભાઈ માંગરોળીયા, અરજનસુખ – સંજયભાઈ સોલંકી, તોરી -નાગજીભાઈ વેકરીયા, નાની કુંકાવાવ – ભીખાભાઇ ઢોલરીયા, મેહુલભાઈ દોંગા, કાનજીભાઈ દેસાઈ, જીતુભાઇ ઢોલરીયા, પરેશભાઈ સોરઠીયા,વડિયા – ભીખુભાઇ વોરા, દિલીપભાઈ શીંગાળા સહીતના આગેવાનો પોતાના સમર્થકો સાથે Aam Admi Partyમાં જોડાતા અમરેલી વિધાનસભામાં ભાજપ કોંગ્રેસમાં જાણે હડકંપ સર્જાયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે.

આ કાર્યક્રમમાં Aam Admi Partyના પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી, કાંતિભાઈ સતાસીયાએ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીત હાંસલ કરવા ગામડે ગામડે મજબૂત સંગઠન બનાવવા અને વધુને વધુ લોકોને આમ આદમી પાર્ટીમાં જોડી આવનાર ચૂંટણીમાં ભવ્ય વિજય અપાવવા કામે લાગવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં જોડાયેલા આગેવાની અને સમર્થકો ને જોતા આવનારા સમયમાં વડિયા કુંકાવાવ તાલુકામાં અને અમરેલી વિધાનસભામાં વિસાવદર વાળી થાય તો નવાઈ નહિ. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખના માર્ગદર્શન મુજબ જિલ્લા તાલુકાની ટીમ દ્વારા આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું, જેમા મનોજ સોરઠીયા, રાજુ સોલંકી,રાહુલ હરખાણી,કાંતિભાઈ સતાસીયા, જિલ્લા પ્રમુખ નિકુંજ સાવલિયા, સુખાભાઈ વાળાની આગેવાનીમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા તેથી ભાજપ કોંગ્રેસમાં સોંપો પડતો જોવા મળ્યો હતો.