રાજકોટ. વડોદરામાં એક ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ હવે એક વકીલ સામે પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી પર વારંવાર દુષ્કર્મનો મામલો નોંધાયો છે. કુણાલ પરમાર નામના વકીલે પોતાની ઓફિસમાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને તેના ફોટા તથા વીડિયો બનાવી લીધા.

આ વીડિયો અને ફોટાને વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પર વારંવાર દુષ્કર્મ અને અકુદરતી કૃત્યો કર્યા. પીડિતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી વકીલે યુવતી સાથેની ખાનગી ક્ષણોના ફોટા અને વીડિયો પીડિતાની સહેલીને પણ મોકલ્યા હતા. પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ મામલે પીડિત યુવતીએ તેના મિત્રને જણાવ્યું હતું કે તેને નોકરીની જરૂર છે. તેથી તેના મિત્રએ સુભાનપુરામાં ઓફિસ ધરાવતા એડવોકેટ કુણાલ પરમાર પાસે તેને નોકરીએ રાખી. વકીલે યુવતીની મજબૂરીનો લાભ લઈને તેનું શારીરિક શોષણ શરૂ કર્યું અને દુષ્કર્મ કરીને તેના વીડિયો અને ફોટા બનાવ્યા.