ગેંગસ્ટર Lawrence bishnoi પર 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ રાખનાર ડૉ.રાજ શેખાવત ચર્ચામાં આવી ગયા છે. રાજ શેખાવતે કહ્યું છે કે જે પોલીસકર્મી લોરેન્સ બિશ્નોઈનો સામનો કરશે તેને કરણી સેના દ્વારા આ ઈનામ આપવામાં આવશે. શેખાવતે સરકાર પાસે માંગ કરી છે કે જેલમાં રહેલા લોરેન્સનું એન્કાઉન્ટર કરવામાં આવે.
ડૉ.રાજ શેખાવત ક્ષત્રિય કરણી સેનાના સ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે. ગુજરાતના વડોદરાથી સંગઠન ચલાવતા શેખાવતે પોતાના એક્સ-બાયોમાં જણાવ્યું છે કે તેઓ BSFમાં ફરજ બજાવે છે. શેખાવતનું કહેવું છે કે તેઓ કારગિલ યુદ્ધમાં લડ્યા છે અને 8 વર્ષથી કાશ્મીર ખીણમાં આતંકવાદ વિરોધી કામગીરીનો હિસ્સો છે.
ડો.રાજ શેખાવતે lawrence bishnoiના એન્કાઉન્ટરની માંગ પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે કરણી સેનાના મોટા નેતા સુખદેવ ગોગામેડીની હત્યા લોરેન્સ બિશ્નોઈએ કરી હતી અને તેથી જ તેઓ ઈચ્છે છે કે તેમનો સામનો કરવામાં આવે.
શેખાવતે એક વિડિયો સંદેશમાં કહ્યું કે, ‘હું માત્ર એટલું જ જાણું છું કે આપણી વિરાસત, સૌથી આદરણીય અમર શહીદ સુખદેવ સિંહ ગોગામેડી, લોરેન્સ બિશ્નોઈ દ્વારા હત્યા કરવામાં આવી હતી. લોરેન્સ બિશ્નોઈનું એન્કાઉન્ટર કરનાર પોલીસકર્મીને કરણી સેના 1 કરોડ 11 લાખ 11 હજાર 111 રૂપિયાનું ઈનામ આપશે. દેશવાસીઓને ભયમુક્ત ભારતની જરૂર છે, ભયભીત નહીં.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બરમાં સુખદેવ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. જયપુર સ્થિત તેમના ઘરે બે લોકો તેમને મળવા આવ્યા હતા અને વાત કરતા હતા ત્યારે અચાનક તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. વિદેશમાં રહીને લોરેન્સ બિશ્નોઈની ગેંગનું સંચાલન કરતા ગોલ્ડી બ્રારે ગોગામેદીની હત્યાની જવાબદારી લીધી હતી.