ગોંડલી નદીના કાંઠે અક્ષર ઘાટ પર અક્ષરપુરૂષોતમ સ્વામિનારાયણ મંદિરના ઉપક્રમે સનાતન વૈદિક પરંપરા મુજબ Dhanteras નિમિત્તે ધર્મોત્સવ ઉજવાયો હતો. જેમાં ધનતેરસ નિમિતે વિશ્વ શાંતિ લક્ષ્મી મહાયાગ યોજાયો હતો. જેમાં કુલ ૧૯૦ યજ્ઞ કુંડોમાં સાડા અગિયાર લાખ આહુતિઓ આપવામાં આવી હતી. આ ધર્મલાભ ૩૦૦૦થી વધુ યજમાનોએ લીધો હતો.
Dhanteras: ૧૯૦જેટલા યજ્ઞકુંડમાં ૩૦૦૦થી વધુ યજમાનોએ યજ્ઞનારાયણને ૧૧,૬૦,૦૦૦ આહૂતિ અર્પણ કરી
ભારતીય વૈદિક વિશ્વશાંતિ – લક્ષ્મીહોમ મહાયજ્ઞનું આયોજન Dhanterasનાં પરમપવિત્ર દિવસે અહીના પ્રસિદ્ધ તીર્થધામ શ્રી અક્ષરમંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞનો શુભારંભ બ્રાહ્યૂહુર્તમાં સવારે ૪-૦૦ વાગ્યે મંદિરની પાર્શ્વ ભાગમાં આવેલ શ્રી અક્ષરઘાટનાં પવિત્ર તટે કરવામાં આવ્યો હતો. આ તકે ઘાટને વિવિધ કમાનો અને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યો। હતો. આપણા શાો મુજબ યજ્ઞાશાળાને ગાયના છાણથી લીંપવામાં આવી હતી. યજ્ઞકુંડોને પણ શા ોક્ત રીતે બનાવવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મહાયજ્ઞમા કુલ ૧૯૦ જેટલા યજ્ઞકુંડ પર ૩૦૦૦થી પણ વધુ દેશ અને પરદેશથી પધારેલા યજમાનોએ ભાગ લઈ વૈદિક યજ્ઞવિધિમાં જોડાઈ યજ્ઞનારાયણને ૧૧,૬૦,૦૦૦ આહૂતિ આપી હતી. મુખ્ય કુંડપરવરિષ્ટ સંતો વિધિમાં જોડાયા હતા. આ સમગ્ર યજ્ઞવિધિ વેદપાઠી બ્રાહ્મણો તથા સંતો દ્વારા સંપન્ન થઈ હતી. જેમા વિશ્વશાંતિની કામના, તમામનાં સુસ્વાસ્થ તેમજ આજે ધનતેરસનાં પવિત્રદિને સૌ કોઈ તન, મન અને ધનથી સુખી થાય તેવી મંગલ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. યજ્ઞ બાદ સૌ યજમાનોએ અક્ષર ઘાટ પર રચેલા અક્ષર અને બ્રહ્મકુંડમાં સ્નાન કરી જીવનનું અદભૂત સંભારણું સાથે લીધું હતુ.