Kutch : લખપત તાલુકાના દયાપર ગામમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પાડોશી દેશ પર કરેલા સફળ પ્રત્યાઘાતના સમર્થનમાં આ રેલી યોજાઈ હતીતાલુકા પંચાયત કચેરીથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને આઝાદ ચોક સુધી પહોંચી. રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજ્યા હતા.

રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને અન્ય આગેવાનો જોડાયા. દયાપર પોલીસ મથકના પી.આઇ. ડી.બી. જાડેજા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા. આઝાદ ચોક ખાતે યોજાયેલી સભામાં આગેવાનોએ ભારતીય સેનાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે દુશ્મન દેશની હરકતનો ભારતીય જવાનોએ મક્કમ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો..