Kutch: તાજેતરમાં રાજ્યમાં અસમાજીક તત્વોના જાહેરમાં આંતકના દ્રશ્યો સત્તત સામે આવી રહયા છે જે પોલીસ માટે પણ પડકાર છે. લુખ્ખા તત્વો દ્રારા પોલીસ પર હુમલાની ધટના, સામાન્ય લોકોને મારામારી, ધાક-ધમકી, હત્યા, દારુનો વેપાર, વરલી મટકા, મેચના સટ્ટા ,એમડી ડ્રગ્સનું વેચાણ સહીત અનેક ગેરકાયદે કામો આવી ટોળકીઓ કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર કરી રહ્યા છે. 

ગુહ મંત્રી હર્ષ સંધવીએ પણ ગુજરાત પોલીસને ગુનેગારો જે ભાષામાં સમજે તે ભાષામાં સમજાવવાની પોલીસને શિખ આપી છે. રાજ્ય સરકારનો ગુજસીટોક કાયદાનો ઉપયોગ કરી તેમને જેલ ભેગા કરવાની શરુઆત કરી થઈ ચુકી છે. એવામાં પશ્ચિમ કચ્છ પોલીસે પણ પ્રથમ વખત જીલ્લામાં માથાભારે ગઢવી ગેંગ પર ગુજસીટોકની કાર્યવાહી કરતા અસમાજીક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ( G.C.T.O.C)કાયદો વર્ષ 2015માં ગુજરાત વિધાનસભામાં બન્યો હતો. આ કાયદા મુજબ ગુજરાતમાં જે કોઈ અસામાજીક તત્વો એકથી વઘારે લોકોની ટોળકી(ગેંગ) બનાવી સત્તત ગુનો આચરતા હોય તેમના વિરુધ્ધ ગુજરાત પોલીસ આ કાયદો લગાવી તેમને લાંબા સમય માટે જેલ ભેગા કરતી હોય છે. ભુતકાળમાં પોલીસ ગુજરાતમાં અનેક ગેંગો પર ગુજસીટોક લગાવી ચૂકી છે. તેમાના કેટલાક આરોપીઓ દર મહીને કોર્ટની મુદ્દતો ભરીને સીધા દોર પણ થઈ ગયા છે.