Kutch: કચ્છમાં ટ્રેનની અડફેટે શ્રમિક પરિવારનું મોત થવાની ઘટના સામે આવી છે. ટ્રેનની અડફેટે 3 લોકોના કરુણ મોત થયા છે. અંજારના ભીમાસર પાસે ટ્રેનની અડફેટે 3 મોત થયા છે. કચ્છ એક્સપ્રેસની અડફેટે એક મહિલા અને તેના 2 પુત્રના મોત થયા. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની જાણ થતા ગાંધીધામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને માતા તથા બે પુત્રોના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયા છે.