Kutch : ગાંધીધામ આદિપુરમાં એસ.આર.સી દ્વારા રહેણાંક મકાનોમાં થયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ મુદે એક સાથે 61 લોકોની લી ઝ રદ કરી દેવાતા સંકુલમાં ભુકંપની સ્થિતિ ઉભી થઈ છે. આ પગલાના કારણે ઔદ્યોગિક ગતિવિધિ ઠપ થવાની સાથે બેરોજગારીની સહીતની સ્થિતિ ઉભી થઈ છે અને સંકુલ ઉપર એક મોટો પડકાર આવ્યો છે.
આ મામલે આજે ગાંધીધામ ચેમ્બર અને પીડીત વેપારીઓના પ્રતિનિધિ મંડળ દ્વારા એસ.આર.સી પ્રશાસન સમક્ષ રજુઆતો કરી હતી. આ ઉપરાંત પણ આજે આખો દિવસ બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો.
એસ.આર.સી કચેરી ખાતે સેંકડોની સંખ્યામાં એસ.આર.સી કચેરી ખાતે લોકો રજુઆત માટે પહોંચ્યા હતાં.ચેમ્બર તફરથી પુર્વ પ્રમુખ તેજા ભાઈ કાનગડ, માનદમંત્રી મહેશ તિર્થાણી, રોમેશ ચતુરાણી અને વેપારીઓએ આ સમસ્યામાંથી બહાર લાવવા અંગેઁ રજુઆત કરી હતી. એસ.આર.સીના ઈન્ચાર્જ ચેરમેન પ્રેમ લાલવાણી અને જનરલ મેનેજર બી..એચ. ગેહાનીએ રજુઆતોને શાંતિથી સાંભળી હતી. આ બેઠક દરમ્યાન સંકુલમાં સર્જાયેલી પરિસ્થિતિ અંગે અને વેપારીઓને સર્જાયેલી સમસ્યા અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દરમ્યાન ત્યાર બાદ પણ પ્રતિનિધિ મંડળ દ્વારા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સાથે પણ બેઠક યોજી વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ચેમ્બર ખાતે પણ વેપારીઓ દ્વારા પરિસ્થિતિ અંગે પરિસ્થિતિમાંથી બહાર આવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. એસ.આર.સીની કાર્યવાહી બાદ ગાંધીધામ આદિપુર માં ટાગોર રોડ ખાતે રહેણાંક પ્લોટ ઉપર ચાલતી અનેક ઔદ્યોગિક ગતિવિધિઓ બંધ થઈ ગઈ છે.
તમામ હોટેલો તો બીજા જ દિવસથી બંધ થઈ ગઈ હતી. આ ઉપરાંત ટાઈલસ,ટાયરના અન્ય શો રૂમ દ્વારા પણ દુકાનો ખાલી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ માલિકોએ પણ દુકાન ખાલી કરવાની તાકીદ ભાડુઆતોને કરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
આ પણ વાંચો..
- Türkiye: તુર્કીએ સાયપ્રસને ચેતવણી આપી છે કે ઇઝરાયલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ ખરીદવાથી તણાવ વધી શકે છે
- Chotaudaipur: છોટાઉદેપુરમાં શિક્ષકોએ લાંચ માંગવા બદલ નગરપાલિકા, શાળા સામે ફરિયાદ નોંધાવી
- Katar: કતાર શિખર સંમેલન પછી એર્દોઆન સક્રિય થયા, ઇજિપ્તીયન અને તુર્કી નૌકાદળો યુદ્ધ કવાયત કરશે
- Samir Modi: લલિત મોદીના ભાઈની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ; સમીર ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો
- Bangladeshના યુનુસે રોહિંગ્યા શરણાર્થીઓના બહાને નેધરલેન્ડ્સ પાસેથી 50 મિલિયન રૂપિયા લીધા