Kutch : રાજ્યના એન.એફ.એસ.એ. રાશનકાર્ડ હેઠળના તમામ લાભાર્થીઓને ફરજિયાત રાશનકાર્ડ ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. તા.02-05-2025 સુધીમાં કચ્છના 12.09 એન.એફ.એસ.એ. લાભાર્થીઓમાંથી 75.92 ટકા લાભાર્થીઓએ ઇ-કેવાયસી કરાવ્યું છે

જયારે 24.08 ટકા લાભાર્થીઓના ઇ-કેવાયસી બાકી હોઇ આવા 2.91 લાખ લાભાર્થીઓએ રાશનકાર્ડ ઇ-કેવાયસી કરાવ્યું ન હોઇ તેઓને સસ્તા અનાજની દુકાનેથી મે મહિનાનું અનાજન મળશે નહીં ત્યારે તા.13-05-2025ના રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ-ગાંધીનગરના સંયુક્ત નિયામકે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, ઇ-કેવાયસી થયેલા લાભાર્થીઓ માટે એ.એ.વાય. યોજના હેઠળ કાર્ડદીઠ 5 કિલો ઘઉં, 20 કિલો ફોર્ટીફાઇડ ચોખા, અગ્રતા ધરાવતા કુટુંબો (પીએચએચ) માટે વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, ફોર્ટીફાઇડ ચોખા વ્યક્તિ દીઠ 3 કિલોના પ્રમાણ મુજબ વિનામૂલ્યે આપવા જથ્થો કચ્છમાં ફાળવી દેવાયો છે.

તેમણે જે લોકોના ઇ-કેવાયસી પૂર્ણ થઇ ગયા હોય તેઓને તા.31-05-2025 પહેલા અનાજ વિતરણ કરવા અને ન થયા હોય તેવા લાભાર્થીઓના સ્થળ પર તાત્કાલિક ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ કરવા સસ્તા અનાજના દુકાનદારોને તાકીદ કરી છે. ફાળવાયેલો જથ્થાનું વિતરણ તા.13-05થી શરૂ કરી તા.31-05-2025 પહેલા વિતરીત કરી દેવા પણ જણાવ્યું છે.

આ પણ વાંચો..