Gujarat Local Body Election Result: આજે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ આવશે. પાલિકા-પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આજે પાંચ હજારથી વધુ ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય થશે. સાથે જ જૂનાગઢ મહાનગરપાલિકાનું ચૂંટણીનું પણ આજે પરિણામ આવશે. 68 નગરપાલિકાઓમાં કોનું શાસન આવશે તેનો થોડી જ ક્ષણોમાં નિર્ણય આવી જશે. ઉલ્લેખનીય છે કે, આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 58 ટકા જ મતદાન થયું છે. 213 બિનહરીફ થયેલી બેઠકો સિવાયની બેઠકોની મતગણતરી ચાલુ થયું છે.

તાપીના સોનગઢ નગર પાલિકાની વોર્ડ નંબર 1ની ગણતરી પૂર્ણ. તમામ ચાર બેઠક પર ભાજપ વિજય…
સાણંદ નગરપાલિકામાં વોર્ડ 1 ની તમામ બેઠક પર ભાજપની જીત
કરજણ નગરપાલિકાના વોર્ડ 1 માં ભાજપની પેનલનો વિજય. તમામ 4 ઉમેદવારોની જીત

જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકાનું આજે પરિણામ આવશે. જિલ્લા અને તાલુકા પંચાયતની 70થી વધુ બેઠકો માટે મતગણતરી ચાલી રહી છે. ઓછું મતદાન થવાના કારણે પરિણામમાં ઉલટફેરની શક્યતા વધુ છે. ચૂંટણી પહેલા જ નગરપાલિકાના ભાજપની 150 બેઠકો બિનહરીફ થઈ છે. સાથે જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની 9 બેઠકો બિનહરીફ થઈ છે. કોંગ્રેસની 3 બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે બાકીની બેઠકો માટે આજે પરિણામો આવી રહ્યા છે.

પોરબંદર જિલ્લાની રાણાવાવ તથા કુતિયાણા બંને નગરપાલિકાઓની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ છે. રાણાવાવની વિનીયન કોલેજ તથા કુતિયાણા સરકારી હાઇસ્કૂલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.રાણાવાવના 7 વોર્ડની 7 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ રહી છે. તો કુતિયાણાના 6 વોર્ડની 6 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઇ રહી છે. બંને નગરપાલિકાઓમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.

ગાંધીનગની રૂપાલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂમિબેન વિજેતા બન્યા. ગાંધીનગર તાલુકા પંચાયત અડાલજ 2 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય

ભાવનગર જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા 7 સ્થળો પર મતગણતરીનુ આયોજન કરાયું છે. મહાનગરપાલિકાની પેટા ચૂંટણી માટે સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી થશે.

જેતપુર નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં 11 વોર્ડની 44 બેઠકો માટે 140 ઉમેદવારોનું ભાવી ઇવીએમ મશીનમાં સીલ થઈ ગયું હતું. એક બે જગ્યાએ ઇવીએમ મશીન ખોટકાયા સિવાય એકંદરે શાંતિપૂર્ણ 52.54 ટકા જેટલું મતદાન નોંધાયું હતું
પોરબંદર જિલ્લાની કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીની આવતીકાલે મતગણતરી હાથ ધરાશે.

દાહોદ જીલ્લાની 2 નગરપાલીકા, 1 જીલ્લા પંચાયત સીટ, 6 તાલુકા પંચાયત સીટની મતગણતરી યોજાશે.

માણસા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત સાયન્સ-આર્ટ્સ કોલેજ ખાતે મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ છે.