Kadi election: ગુજરાતની ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પ્રસિધ્ધ કરવામાં આવેલા જાહેરનામા અનુસાર ૧૮૮૧ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૨૫ની જોગવાઇ તથા કેન્દ્રિય ગૃહ મંત્રાલયના તા.૮-૫-૧૯૬૮ના જાહેરનામા અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે આગામી ૧૯ જૂન,૨૦૨૫ના રોજ યોજાનાર મતદાનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા બંને વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ સમગ્ર વિસ્તારમાં રજા જાહેર કરવામાં આવી છે.