Manoj Sorathia AAP : આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગતરોજ અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે AAP પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ હાજરી આપી હતી. આ સભામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની સાથે સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. AAP નેતા મનોજ સોરઠીયાની હાજરીમાં મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિમાં સામાજીક અને રાજકીય આગેવાનો AAPમાં જોડાયા હતા. આ સભામાં જબરજસ્ત ઉત્સાહ અને ઉર્જા સાથે એકઠા થયેલા લોકોની હાજરી એ વાતનો સંકેત છે કે હવે અમરેલીમાં પણ “વિસાવદરવાળી” થવાની છે અને ચોક્કસ પરિવર્તન આવશે. આ સભામાં આમ આદમી પાર્ટી(AAP)ના ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી એક સંઘર્ષનો રસ્તો છે, અહીંયા અમારી પાસે કોઈ ખજાનો નથી. આમ આદમી પાર્ટીમાં જોડાનાર કાર્યકર્તા બલિદાન આપીને ગુજરાતની જનતાની સેવા કરવા માટે જ આમ આદમી પાર્ટીમાં જોડાતા હોય છે અને આવા લોકોના કારણે જ આજે ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી(AAP) જેવી એક નાની પાર્ટી પર વિશ્વાસ પેદા થયો છે. આજે આમ આદમી પાર્ટી પોતાના ઈમાનદાર કાર્યકર્તાઓના કારણે ગુજરાતની જનતા માટે એક આશાનું કિરણ બનીને ઉભરી છે. વિસાવદરની જનતાએ ગુજરાતને એક નવી દિશા આપવાનું કામ કર્યું છે. વિસાવદરમાં એક બાજુ તમામ કેબિનેટ મંત્રીઓ, સંત્રીઓ, કોર્પોરેટરો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો સહિત 400 જેટલા સ્ટાર પ્રચારકો હતા તેમ છતાં પણ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જીત અપાવીને ગુજરાતની રાજનીતિમાં એક પરિવર્તનની શરૂઆત કરી હતી.

આજે હવે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીના કામ, આમ આદમી પાર્ટીના વિચારો અને આમ આદમી પાર્ટીના નેતાઓથી પ્રભાવિત થઈ રહી છે અને આ જોઈને જ ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. ભાજપે છેલ્લા 30 વર્ષમાં કોઈ કામ કર્યા નથી માટે તેઓ આમ આદમી પાર્ટીને હવે રોકવા માટે બે-પાંચ હજાર રૂપિયા આપીને કેટલાક લોકોને મોકલે છે અને એ લોકો આમ આદમી પાર્ટીની સભાઓમાં ડિસ્ટર્બન્સ પેદા કરવાની કોશિશ કરે છે પરંતુ આમ આદમી પાર્ટીને આવી હરકતોથી કોઈ ફરક પડતો નથી. આજે આપણે પોતાના ઘરથી બહાર નીકળીએ તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે રોડ રસ્તાથી લઈને તમામ જગ્યા ઉપર પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. બાળકોની શાળાઓ ખરાબ છે, હોસ્પિટલો ખરાબ છે, લોકોના ધંધા રોજગાર છીનવી લીધા છે, આજે ગામડાઓના હજારો લોકો પોતાના ગામને છોડીને શહેર તરફ જવા મજબૂર બન્યા છે અને બીજી બાજુ શહેરોની હાલત પણ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો પોતાના બાળકોને વિદેશ મોકલવા મજબૂર બન્યા છે. જોવા જઈએ તો ગુજરાતમાં એવી સ્થિતિ છે કે ગુજરાતમાં કોઈ રહેવા માટે તૈયાર નથી. કારણ કે છેલ્લા 30 વર્ષમાં ભાજપે ગુજરાતના લોકોને પીડા આપવાનું અને લૂંટવા સિવાયનું કોઈ કામ કર્યું નથી. આજે ગુજરાતની જનતામાં એટલો ડરનો માહોલ ફેલાવી દેવામાં આવ્યો છે કે જનતા આઝાદથી બોલતી પણ નથી. હવે ગુજરાતના લોકોએ જાતે આ સ્થિતિ બદલવી પડશે. માટે ગુજરાતની જનતાને અમે વિનંતી કરીએ છીએ કે એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપીને જુઓ. મને વિશ્વાસ છે કે આપણે સાથે મળીને આ ગુજરાતમાં ચોક્કસ પરિવર્તન લાવીશું.