જૂનાગઢ: જૂનાગઢમાં વન વિભાગના નિવૃત્ત RFOને હનીટ્રેપમાં ફસાવીને ₹40 લાખની માંગણી કરનારી 2 મહિલાઓ સહિત 3 લોકોને પોલીસે ઝડપી લીધા છે. ફેસબુક પર મિત્રતા બાદ, એક યુવતીએ 67 વર્ષના નિવૃત્ત RFOને રાજકોટ અને ચોટીલામાં મળવા બોલાવ્યા અને શારીરિક સુખ લીધું. ચોટીલાની હોટેલમાં ખાનગી ક્ષણોનો જાસૂસી વીડિયો બનાવીને યુવતી સહિત ટોળકીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અધિકારીને બ્લેકમેલ કરી ₹40 લાખની માંગણી કરી હતી, ત્યારે નિવૃત્ત RFOએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે હનીટ્રેપમાં સામેલ 3 આરોપીઓ રાજકોટ નિવાસી ઉર્મિલા, તેની મિત્ર મૂળ જૂનાગઢની અને હાલ રાજકોટ રહેતી સગુફ્તા ઉર્ફે જોયા અને જૂનાગઢ નિવાસી જીસન બડવીને ઝડપી લીધા છે. 2017માં નિવૃત્ત થયેલા જૂનાગઢના RFOને જૂન 2025માં ઉર્મિલા નામની મહિલાની ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.