Junagadh ના દિવાનચોક વિસ્તારમાં બંધ દુરબાર હોલ મ્યુઝિયકની છતનો ભાગ ધડાકા સાથે પડી ગયો હતો. આ અવાજથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આસપાસના લોકોમાં ગભરાટ, અધિકારીઓએ મુલાકાત લેતાં છતનો અમુક ભાગ પડ્યાનું સામે આવ્યું

Junagadh શહેરના દિવાનચોક વિસ્તારમાં પાછળના ભાગે શૌચાલયની છતનો અમુક આવેલા જર્જરિત દરબાર હોલ ભાગ ધરાશાયી થયો હતો. આ સાથે મ્યુઝિયમનું બિલ્ડીંગ છેલ્લા ઘણા સમયથી ધડાકાનો અવાજ આવતા આસપાસના જર્જરિત હાલતમાં છે. જેના કારણે મ્યુઝિયમ ને લોકો અને વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો.

સરદારબાગ સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. હાલ બંધ આ બિલ્ડીંગનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી. થોડા સમય પૂર્વે આ ઐતિહાસિક બિલ્ડીંગના રિપેરીંગ માટે સરકારે ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ હજુ કોઈ કામ શરૂ થયું નથી.

આજે સાંજે આ જર્જરિત બિલ્ડિંગની ઉપરના માળે આ અંગે જાણ થતાં મામલતદાર તેમજ મ્યુઝિયમ વિભાગન છે અધિકારીઓ અને કર્મચારીઓ એ મુલાકાત લીધી હતી. જેમાં ઉપરના ભાગે છતનો ભાગ પડી ગયાનું જોવા મળ્યું હતું. હવે કોઈ અકસ્માત થાય એ પૂર્વે આ બિલ્ડીંગના જર્જરિત ભાગનેઉતારી લેવામાં આવે એવી માંગ ઉઠી છે.

રોડની બાજુનો ભાગ હોવાથી બિલ્ડીંગ સુરક્ષિત કરતા મનપાની તાકીદ

આજે સાંજે દરબાર હોલ મ્યુઝિયમની છતનો જર્જરિત ભાગ પાપડ પીઠિયા સાથે ધરાશાયી થયો છે તે રોડ બાજુનો ભાગ છે.જન્માષ્ટમી શોભાયાત્રાના અનુસંધાને આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભીડ એકત્ર થવાની શક્યતા છે. આથી મનપાએ મ્યુઝિયમના કયુરેટરને પત્ર લખી મ્યુઝિયમના બાંધકને સુરક્ષિત અને આસપાસમાં બેરીકેડીંગ કરી કોર્ડન કરવા તાકીદ કરી છે.