Junagadhમાં સરદાર બાગ વિસ્તારમાં રહેતા એક યુવકે એક યુવતી સાથે પરિચય કેળવી લગ્નની લાલચ આપી ન્યુડ ફોટો લઈ લીધા હતા. યુવકે યુવતીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી દુષ્કર્મે આચર્યાની ફરિયાદ નોંધાઈ છે.

Junagadh: યુવકે ન્યૂડ ફોર્ટો વાયરલ કરવાની ધમકી આપી કૃત્ય આચર્યું, આરોપીને ઝડપી લેવા તજવીજ

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢમાં સરદારબાગ વિશાખા સોસાયટીમાં રહેતા કેયુર પ્રતાપ સોસા નામના યુવકે એક યુવતી સાથે પરિચય કેળવી લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ કેયુરે યુવતીના ન્યુડ ડ ફોટો લઈ વાયરલ કરી દેવાની ધમકી આપી દોઢ માસ સુધી યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે યુવતીએ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.