Junagadhની એક આશાસ્પદ યુવતીએ મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ ન મળવાથી કંટાળી જઈ ૧૩માં માળેથી છલાંગ લગાવી મોતને વ્હાલું કરી લીધુ છે. યુવતીએ પોતાના જન્મદિવસની ઉજવણી કરી આઈસ્ક્રિમ લેવા જવાના બહાને ઘરેથી નીકળી ઘર નજીક આવેલી બિલ્ડિંગ પર ચડી જઈ મોડી રાત્રિના આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ અંગે પોલીસે હાલ અકસ્માતે મોતનો બનાવ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આઈસક્રીમ લેવાનાં બહાને ઘર નજીકનાં બિલ્ડિંગે પહોંચીને આપઘાતઃ બે વાર ‘નીટ’ આપી છતાં જરૂરી સ્કોર ન આવતાં આત્યંતિક પગલું

Junagadh શહેરના મધુરમ વિસ્તારની શ્રીનગર સોસાયટીના બ્લોક નં.૯૫માં રહેતી વૃતિ જીતેશભાઈ વાઘેલા (ઉ.વ.૧૮) નામની યુવતીનો તા.૧૭ ઓગસ્ટે જન્મદિવસ હતો. ૧૮ વર્ષ પૂર્ણ થયાની ખુશી આ યુવતીએ તેના પરિવારજનો સાથે મનાવી હતી. બાદમાં તે આઈસ્ક્રિમ લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનો ચિંતાતુર બન્યા હતા. યુવતી ગુમ થતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેનો કોઈ પત્તો ન લાગ્યો.

દરમિયાન, યુવતી પોતાનાં ઘર નજીક આવેલી બાલાજી હાઈટસ નામની ૧૩ માળની બિલ્ડિંગની અગાસી ઉપર ગઈ હતી. બાદમાં મોડી રાત્રીના ૧૩મા માળેથી આપઘાત કર્યો હતો.