Junagadh, તાજેતરમાં ગીર બોર્ડર પર ઈકો સેન્સિટિવ ઝોન અને વન વિભાગની દાદાગીરી સરકાર સામેના લોકરોષના મુદ્દા બની ગયા છે. એક તરફ વનતંત્રની દાદાગીરી અને બીજી તરફ હિંસક પ્રાણીઓનો વધતો જતો ત્રાસ એવી સ્થિતિ વચ્ચે સરકારે તાબડતોબ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈને વન્યપ્રાણીના હુમલામાં માનવ મૃત્યુ થાય તેવા કિસ્સામાં સહાય પાંચ લાખથી વધારીને દસ લાખ કરી લોકોના રોષને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

Junagadh: ઈકો ઝોન, વનતંત્રની દાદાગીરી સહિતના મુદ્દે રોષ ઠારવા સહાય વધારવાની જૂની માગણી પૂરી કરવી પડી

ગીરની બોર્ડર પર વન્ય પ્રાણીઓના હુમલાથી માનવ મૃત્યુ, ઈજા તથા પશુમૃત્યુની ઘટનાઓ રોજબરોજની થઈ ગઈ છે. વન્ય પ્રાણીઓના હુમલાના માનવ મૃત્યુ, ઈજા તથા પશુમૃત્યુના કિસ્સામાં સરકાર દ્વારા આપવામાં આવતા વળતર સહાયના દર ઈ.સ. ૨૦૨૨ના ઠરાવથી નક્કી કરવામાં આવ્યા હતા, જે વળતર સહાયના દર વધારવાની બાબત વિચારણા હેઠળ હતી. હવે તેમાં વધારો કરી દેવાનો નક્કી થયું છે. વન્યપ્રાણીના હુમલામાં માનવ મૃત્યુના કિસ્સામાં દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.