Junagadh : મહાનગરપાલિકા અને જિલ્લાવહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ઉપરકોટ કિલ્લાની આસપાસના વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. સવારથી શરૂ કરાયેલી કામગીરી હજુ પણ ચાલી રહી છે.
ઉપરકોટ કિલ્લાની આસપાસના વિસ્તારમાં આ કાર્યવાહી અંતર્ગત 59થી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આશરે 16,000 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે, જેના માર્કેટ વેલ્યુ અંદાજે 50 કરોડ જેટલી છે.

આ અભિયાનની કેટલીક મહત્વપૂર્ણ બાબતો:
- ધારાગઢ દરવાજા વિસ્તાર, ઉપરકોટ કિલ્લા નજીક, જૂનાગઢ
- 400થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત
- 10 JCB અને 10 ટ્રેક્ટરો
- ગેરકાયદેસર બાંધકામ દૂર કરીને ઐતિહાસિક જગ્યાનો કબ્જો લેવો
- આઠથી વધુ અસામાજિક તત્વોના મકાનો પણ તોડી પડાયા
શા માટે કાર્યવાહી કરાઈ?
- લાંબાગાળાનો દબાણ મુદ્દો : ધારાગઢ વિસ્તારમાં લગભગ 14,000 ચોરસ મીટર સરકારી જમીન પર વર્ષોથી ગેરકાયદેસર વસવાટ અને બાંધકામો હતા.
- નોટિસ અને તક : દબાણકારોને પહેલાંથી નોટિસ આપવામાં આવી હતી અને દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતી તક પણ આપવામાં આવી હતી.
- કોઈ અધિકૃત દસ્તાવેજો નહીં : દબાણકારો અધિકૃત દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી.
- અસામાજિક તત્વોની સંડોવણી : કેટલાક દબાણકારો બુટલેગિંગ અને NDPS (ડ્રગ્સ સંબંધિત કાયદો) જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે, જેના લીધે તંત્રએ શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી છે.

અસામાજીક તત્વો સામે વિરુદ્ધ કડક પગલાં લેવાશેઃ કલેક્ટર
Junagadh જિલ્લા કલેક્ટર અનિલ રાણાએ વધુમાં જણાવ્યું કે, આ ઝુંબેશ માત્ર જમીન મુક્ત કરવા માટેની નથી, પણ સમાજમાં કાયદાનું પાલન અને હક્ક અને ન્યાયની ભાળ સ્થાપિત કરવા માટેની એક નમ્ર અને દૃઢ પ્રયાસ છે. તેમણે સ્પષ્ટતા કરી કે, આ વિસ્તારમાં કેટલાંક દબાણકારો બુટલેગિંગ અને NDPS જેવા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અસામાજિક તત્વો માટે હાલનું તંત્ર શૂન્ય સહનશીલતાની નીતિ રાખે છે અને આવા તત્વો વિરુદ્ધ આગળ પણ કડક પગલાં લેવાશે.
આ પણ વાંચો..
- ‘અમારી કામગીરી ક્ષમતાઓમાં સતત વધારો’, Adani power limited એ નાણાકીય વર્ષ 2024-25 માટે Q4 નાણાકીય પરિણામો જાહેર કર્યા
- Russia-Ukraine War : યુક્રેને 4700 ઉત્તર કોરિયાઈ સૈનિકોને માર્યા અથવા ઘાયલ કર્યા
- Pahalgam Attack : પુલવામા હુમલા પછી બાલાકોટ એરસ્ટ્રાઈક, શું આ વખતે કંઈક મોટું થશે?
- Breaking News: જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે મોદી સરકાર, કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય
- Junagadh : ઐતિહાસિક ઉપરકોટ કિલ્લો ખાલી કરાવવા 59 જેટલા ગેરકાયદેસર મકાનો તોડી પડાયા