મોરબીના MLA કાન્તીલાલ અમૃતિયાના નામે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયેલા જોવા મળે છે. જેમાં *૨૦ લોકોની જરૂર છે અને ઘરેથી કામ કરો’ તેવા મેસેજ વાયરલ થતા પોલીસ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં મેસેજ હાલ વાયરલ થયા છે. જેમાં મોરબીના MLA કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથે ‘દરેક જિલ્લામાંથી ૨૦ લોકોની જરૂર છે, ઘરેથી કામ કરો, ફક્ત જિલ્લાનું નામ વોટ્સએપ કરો’ એવો મેસેજ જોવા મળી રહ્યો છે. જે મેસેજ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં ચીટર ગેંગ કે રાજકીય શત્રુની કરતૂત અંગે તર્ક-વિતર્ક, સાયબર ક્રાઈમ અને એલસલીબી દ્વારા તપાસ શરૂ આવ્યા છે.

જેમાં વોટ્સએપ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે મામલે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાનો સંપર્ક કરતાં તેઓએ આ બાબતે કોઇ જાણ ન હોવાનું જણાવ્યું હતું તો સાંજે તેમણે વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે આ મામલે એસપીને સુચના આપી છે અને સાયબર ક્રાઈમ તેમજ એલસીબી ટીમને તપાસ સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્યના નામે કોઈ ગઠીયો મેસેજ વહેતા કરી લોકોને શીશામાં ઉતારી રહ્યો છે કે કોઈ રાજકીય દુશ્મની માટે આવા કાર્ય કરી રહ્યું છે, તેવા તર્ક-વિતર્ક વચ્ચે હકીકત તો પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.