સૌરાષ્ટ્રમાં Janmashtamiએ લોકમેળાની મોજ માણવા લોકો આતુર બન્યા છે. પોરબંદર તથા ધોરાજીમાં તા. ૨૫ને રવિવારથી લોકમેળાનો પ્રારંભ થશે. પોરબંદરમાં પાંચ દિવસ જ્યારે ધોરાજીમાં ચાર દિવસ લોકમેળો યોજાશે. લોકમેળા જામશે જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો પોરબંદર નગરી, કૃષ્ણ કનૈયાના પ્રાગટ્ય દિનને રંગેચંગે ઉજવવા થનગની રહી છે. આ પ્રસંગે તા.૨૫-૮ થી તા. ૨૯-૮ સુધી Janmashtamiના લોકમેળોને આયોજન ચોપાટી મેદાન ખાતે કરવામાં આવ્યું છે.

આ જન્માષ્ટમીના લોકમેળાનું વિધિવત ઉદ્દઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા પોરબંદરના| સાંસદસભ્ય મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તથા પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાના હસ્તે સાંજે સાત વાગ્યે કરવામાં આવશે. મેળામાં રેતીવાળા મેદાનમાં રાઈડ્સને મંજૂરી અપાઈ છે.

ધોરાજીમાં જન્માષ્ટમી લોકમેળા સમિતિ આયોજિત જન્માષ્ટમી લોકમેળાનો રવિવારથી પ્રારંભ થશે. ધોરાજીના શાક માર્કેટ લોકમેળા ગ્રાઉન્ડ ખાતે લોકમેળો તા.૨૫મીથી તા.૨૮ સુધી ચાર દિવસ યોજાશે.