રાજકોટની જનતા ઉત્સવપ્રિય હોવાથી અહીં દર વર્ષે જન્માષ્ટમીનાં પર્વે ઉજવાતો Lok Mela માત્ર રાજકોટનાં જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રનાં લોક મનભરી માણે છે. પરંતુ રાજકોટનાં ટીઆરપી ઝોનનાં અગ્નિકાંડ બાદ જનસલામતી માટે આકરી આચારસંહિતા નક્કી કરવામાં આવ્યા બાદ મેળાનાં આયોજન આ વર્ષે વિવાદાસ્પદ બન્યા છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન જુદા જુદા ૭ સ્થળે Lok Melaનાં આયોજનો થય થયા છે. પરંતુ મેળામાં મનોરંજન મટે ફીટ કરવામાં આવતી રાઈડનાં ફિટનેસ માટે હજુ આજ સુધી એક પણ દરખાસ્ત માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચી નથી.
રાજકોટમાં જન્માષ્ટમીનો Lok Mela નિમિતે જે મનોરંજન માટેની યાંત્રિક રાઈડ ફીટ થતી હતી તેની સલામતી માટે ફિટનેસ પ્રમાણપત્ર બહુમાળી ભવનમાં કાર્યરત માર્ગ અને મકાનવિભાગ આપતુ હતું. હવે નવી એસ.ઓ.પી. મુજબ રાઈડ ધારકે એમ્યુઝમેન્ટ લાયસન્સ મેળવવા માટે પોલીસ કમિશ્નરને અરજી કરવાની હોય છે. જેમાં સલામતી વિષયક અભિપ્રાય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આપવામાં આવે છે.
લોકમેળાની નવી SOP મુજબ યાંત્રિક રાઈડ્સનાં ડ્રોઈગ અને મેન્યુફેકચર્સની વિગતો માર્ગ અને મકાન વિભાગ દ્વારા મગાતાં મુશ્કેલીઃ એસેમ્બલ રાઈડનાં ધંધાર્થીઓ મુંઝવણમાં
રાજકોટમાં જન્માષ્ટમીનાં મેળા આડે હવે ગણત્રીનાં દિવસો બાકી રહ્યાં છે. તેવી રેસકોર્સ ઉપરાંત ૧૫૦ ફૂટ રીંગરોડ, બાલભવન નાનામૌવા ચોક, વિરાણી હાઈસ્કુલ, રતનપર સહિત કુલ આઠ સ્થળોએલોકમેળાની યાત્રિક રાઈડ ઉભી થઈ રહી છે.પરંતુ આજ સુધી યાંત્રિક રાઈડનાં ધંધાર્થીઓ દ્વારા ફીટનેસ આર્ટીફિકેટ ચકાસવા માટે એકપણ અરજી આવી નથી. રાઈડનાં ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે, નવી એસઓપી મુજબ રાઈડનાં એન્જીનીયરીંગ ડ્રોઈંગ, રાઈડ બનાવનાર મેન્યુફેકચર્સનું નામ સરનામું અને તેનાં સલામતી પ્રમાણપત્રોં સહિતની વિગતો આપવામાં આવે છે. જે કયાંથી કાઢવી તે પ્રશ્ન છે.
અગાઉ રાઈડનાં સ્થળે પાકા ફાઉન્ડેશનનાં મુદ્દે વિવાદ હતો પરંતુ જમીન ચકાસણી બાદ ફાઉન્ડેશન હવે જરૂરી નહી હોવાનું કહેવાયું છે. બીજી બાજુ રાઈડનાં જે ડોક્યુમેન્ટસ માંગવામાં આવી રહ્યાં છે તે રાઈડ એસેમ્બલ હોવાથી આપવા મુશ્કેલ છે. આ સંજોગોમાં સલામતીનાં મુદ્દે લોકમેળાનાં ધંધાર્થીઓનો વધુ એક વિવાદ વકરે તેવી સંભાવના દર્શાવવામાં આવી હતી.
રેસકોર્સ મેળામાં ફાઉન્ડેશન વિના રાઈડ ઉભી કરી દેવા મુદ્દે વિવાદ
રાજકોટનાં રેસકોર્સ મેદાન સહિતનાં સ્થળોએ લોકોની સલામતી માટે અલબત યાંત્રિક રાઈડ ઉભી કરતાં પહેલાં ફાઉન્ડેશન ભરવું જરૂરી હોવા છતાં અનેક ઉપરાંત સ્થળે ફાઉન્ડેશન ભર્યા વિના ખાડા કરી રાઈડ ઉભી કરી દેવામાં આવી હોવાની વિગતો બાદ રાઈડસનાં ધંધાર્થીઓએ રેસકોર્સ મેદાનમાં જમીન મજબુત હોવાનો સોઈલ રીપોર્ટ દર્શાવી રાઈડ ઉભી કરવામાં વાંધો નહીં હોવાનું જણાવ્યું હતું. અલબત વહીવટી તંત્ર દ્વારા લોકમેળાની રાઈડમાં રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એસ.ઓ.પી. મુજબ જ રાઈડની સલામતીની ચકાસણી કર્યા પછી જ એમ્યુઝમેન્ટ લાયસન્સ એપાશે તેમ જાહેર કર્યું હતું.