Jamnagarમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના જન્મદિવસનો વિડીયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાયરલ કયી હતો, જેનું મનદુઃખ રાખીને ખોડીયાર કોલોની વિસ્તારમાં જ રહેતા પાંચ શખ્સોએ લોખંડના પાઈપ અને ધોકા વડે હુમલો કરી યુવાનના હાથ પગ ભાંગી નાખ્યા હતા, જ્યારે તેનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
Jamnagar: પાંચ શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી યુવાનના હાથ-પગ ભાંગી નાખ્યા, મોબાઈલ પણ તોડી નાખ્યો
દરમિયાન કુલદીપસિંહ ઉર્ફે લાલો તેમજ આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સ્ટીફન ડેનિયલ નામના ૩૦ વર્ષના યુવાને થોડા દિવસ પહેલાં પોતાના મોબાઈલ ફોનમાં બર્થ ડે ની સ્ટોરી બનાવીને સોશિયલ મીડિયામાં મૂકી હતી, જે સ્ટોરી ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર નામના શખ્સને પસંદ પડી ન હતી, અને તેનું મનદુ:ખ રાખીને સૌપ્રથમ યુવાનના મોબાઇલ ફોનમાં ગાળો આપી હતી.
ત્યારબાદ આ વાતનું મન દુઃખ રાખીને યુવાન ગત રાતે ખોડીયાર કોલોની વિસ્તારમાં એક ચાની હોટલ પાસે ઊભો હતો, જે દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ, રાજદીપસિંહ ધનશ્યામસિંહ જાડેજા, ઉપરાંત જયદીપ અને વનરાજનામના અન્ય બે શખ્સો લોખંડના પાઈપ-ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા, અને હુમલો કરી દઈ યુવાન ને લોહીલુહાણ કરી નાખ્યો હતો, અને તેને હાથ-પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી. ઉપરાંત તેનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. પોલીસે યુવાનની ફરિયાદના આધારે પાંચેય હુમલાખોરો સામે ગુનો નોંધી, વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તમામ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.