ખંભાળિયામાં રહેતા રઘુવંશી હોટલ સંચાલક આજરોજ તેમના એકટીવા મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે Jamnagar માર્ગ પર જતી એક ઈનોવા કારના ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

Jamnagar: નિખાલસ સ્વભાવનાં વૃધ્ધ હોટલ માલિકના આકસ્મિક મૃત્યુથી શોકનું મોજુ, પોલીસ દ્વારા કાર ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી વિગત એવી આ સમગ્ર બનાવની છે કે ખંભાળિયાની રામનાથ સોસાયટી નજીક એસ.એન.ડી.ટી. વિસ્તારમાં રહેતા અને નાનાભાઈ સાથે જલપુર રેસ્ટોરન્ટના નામથી હોટેલનો વ્યવસાય કરતા જગદીશભાઈ મથુરાદાસ પાઉં (ખાખરડા વારા) નામના ૬૩ વર્ષના વૃદ્ધ આજરોજ બપોરે આશરે પોણા વાગ્યાના સમયે તેમના એક્ટિવા મોટરસાયકલ પર બેસીને જામનગર હાઈવે પરથી જઈ રહ્યા હતા. ત્યારે હીરોના શોરૂમ પાસે તેમણે પોતાનું એક્ટિવા મોટરસાયકલ ધીમુ પાડયું | હતું. આ દરમિયાન જામનગર તરફ પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. ૦૬ સી.બી. ૪૩૯૫ નંબરની એક ઈનોવા મોટરકારના ચાલકે પાછળથી જોરદાર ઠોકર મારી હતી.

આ જીવલેણ અકસ્માતમાં જગદીશભાઈ પાઉને શરીરના જુદા જુદા ભાગમાં ગંભીર ઈજાઓ થતા તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બનતા અહીંના આગેવાનો તથા કાર્યકરો વિગેરે સરકારી હોસ્પિટલે દોડી ગયા હતા.

મૃતક જગદીશભાઈને પરિવારમાં પત્ની તેમજ પુત્ર રૂમિત અને બેંગ્લોર ખાતે પરિણીત પુત્રી હિરલ પરાગકુમાર રૂધાણી છે. સરળ અને નિખાલસ સ્વભાવના જગદીશભાઈ પાઉંના અકાળે અવસાનથી પરિવારજનો સાથે રઘુવંશી સમાજમાં પણ ભારે શોક સાથે અરેરાટી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના પુત્ર રૂમિત જગદીશભાઈ પાઉં (ઉ.વ. ૨૬) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે ઇનોવા કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.