Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને ધોળે દહાડે એક ખેડૂતના માત્ર એક કલાક પૂરતા બંધ રહેલા મકાનને નિશાન બનાવી લઈ અંદરથી ૪૭ તોલા સોનું અને ૮૦૦ ગ્રામ ચાંદી તેમજ એક લાખ ૬૦ હજારની રોકડ રકમ સહિત ૭ લાખ ૩૦ હજારની માલમતા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે તપાસ ચલાવે છે. ૪૭ તોલા સોનુ, ૮૦૦ ગ્રામ ચાંદી, ૧.૬૦ લાખની રોકડની ઉઠાંતરી, પોલીસે સીસીટીવી કેમેરા ચકાસ્યા પણ મહત્વની કડી મળી નહીં

Jamnagar: આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાનીવાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનસુખભાઈ | પરસોત્તમભાઈ સાંગાણી નામના ૬૦ વર્ષના ખેડૂત ગત નવમી તારીખે બપોરે દોઢ વાગ્યે પોતાના મકાનને તાળું મારીને પોતાની વાડીએ ગયા હતા બાદમાં ત્યાંથી થાય છે, જ્યારે ૮૦૦ ગ્રામ ચાંદીના ઘરેણા ચોરાઈ ગયા હતા, જેની અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા થાય છે. જે મળી કુલ ૭,૩૦,૦૦૦ ની માલમતા ની તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા.

ચોરીના બનાવ અંગે મનસુખભાઈ સાંગાણીએ કાલાવડ ટાઉન પોલીસમાં તસ્કર ટોળકીએ અન્ય બે મકાનોને પણ નિશાન બનાવ્યા નાની વાવડી ગામમાં ૯ મી તારીખે ધોળે દિવસે ચોર ટોળકી ત્રાટકી હતી, અને ગામના પાદરમાં જ રહેતા મનજીભાઈ જીવરાજભાઈ પટેલના મકાનને સૌપ્રથમ નિશાન બનાવ્યું હતું, અને ચોરીનો પ્રયાસ કયી હતો પરંતુ તે મકાનમાંથી કશું હાથ લાગ્યું ન હતું. ત્યારબાદ તેની પાછળની શેરીમાં રહેતા ગોવિંદભાઈ પ્રેમજીભાઈ ગોંડલીયાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, પરંતુ ત્યાંથી પણ કશું હાથ લાગ્યું ન હતું.