Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતો એક રીક્ષા ચાલક લુટેરી દુલ્હન અને તેની ગેંગની જાળમાં ફસાયો છે, અને લગ્નની લાલચે ૪.૬૦ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આખરે આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, એને પોલીસે લુટેરી દુલ્હન સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

Jamnagar: એક કન્યા તેમજ દલાલ સહિત ચાર વ્યકિત સામે વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ

આ બનાવની વિગત એવી છે કે, Jamnagar જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા ચેતન સિંધાભાઈ મકવાણા નામના ૩૦ વર્ષના રિક્ષાચાલક ભરવાડ યુવાને પોતાની સાથે લગ્નની લાલચ આપી ૪.૬૦ લાખ પડાવી લઇ છેતરપિંડી કરવા અંગે લૂંટેરી દુલ્હન એવી દરેડ ગામમાં તાબેન ટાંક ઉપરાંત દલાલની રહેતી નયનાબેન ટાંક ભૂમિકા ભજવનારા બજરંગપુર ગામના બાબુભાઈ ગમારા તથા કન્યા ના ભાઈ ની ઓળખ આપીને નાણા પડાવી લેનાર કાનાભાઈ બાંભવા તથા દુદાભાઈ ટોયટા સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ચારેય આરોપીઓએ એક સંપ કરીને ફરિયાદની રીક્ષા ચાલક ચેતનભાઈ તથા તેના પિતા સિંધાભાઈસાથે લગ્નબાબતે કયી હતો, અને નયનાબેન ટાંક કે જેણે અગાઉ કલ્યાણપુર લગ્ન કર્યા હતા, અને તેનો છૂટુ થઈ ગયા પછી બીજા લગ્ન કરાવી આપવા માટે વાતચીત કર્યા પછી કટકે ચાર લાખ ૬૦ હજાર પડાવી લીધા હતા ત્યારબાદ એક ધાર્મિક ધાર્મિક સ્થળે બંનેની હાર તોરા વિધિ કરાવી હતી, તેમજ સાદા કાગળમાં વકીલ ની હાજરીમાં લખાણ પણ કરાવ્યું હતું, અને નયના ટાંક થોડો સમય માટે ફરિયાદી ચેતનભાઈના ઘેર રહેવા માટે ગઈ હતી.

પરંતુ પોતાને ગમતું નથી તેમ કહી ત્યાંથી પરત ચાલી ગઈ હતી, અને તેને ફરીથી બોલાવવા માટેના પ્રયત્નો કરવા છતાં પોતે આવેલા નથી, અને નાણા પરત આપવાની માંગણી કરતાં ચારેય એ ઈન્કાર કયી હોવાથી આખરે આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો છે, અને કાલાવ ટાઉન પોલીસે તમામ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે.