Jamnagar: પીએમ નરેન્દ્ર મોદી 3 દિવસના પ્રવાસને પગલે શનિવારે મોડી સાંજે જામનગર ખાતે પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર ખાતે તેમનું આગમન થયું હતું. અહીં PM મોદીનો રોડ શો યોજાયો હતો. PM મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. પીએમ મોદીની એક ઝલક જોવા માટે રોડ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા.

ત્યારે હવે આજે PM મોદી વનતારાની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાંથી તેઓ સોમનાથ જવા રવાના થશે. મહત્વપૂર્ણ છે કે, વનતારામાં ઘાયલ, ત્યજી દેવાયેલા અને શિકાર કરાયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા અને પુનર્વસન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ હેઠળ, ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પ્રાણીઓને બચાવવામાં આવી રહ્યા છે.
વનતારા ગુજરાતમાં જામનગર રિફાઇનરી કોમ્પ્લેક્સમાં રિલાયન્સ ગ્રીન બેલ્ટમાં 3000 એકરમાં ફેલાયેલું છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની 100થી વધુ પ્રજાતિઓ છે. તેઓ દુર્લભ પ્રજાતિના પ્રાણીઓનું રક્ષણ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. એવું કહેવાય છે કે, રિલાયન્સ ફાઉન્ડેશને આ પ્રોજેક્ટ માટે બિન-લાભકારી અભિગમ અપનાવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર અનંત અંબાણીએ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો.