Jamnagarના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે શ્રાવણી મેળો ફરી શરૂ થયો છે. રાઈડ્સ સંચાલકોને પફીમન્સ લાઇસન્સ મળી જતાં આગામી ૧૧ સપ્ટેમ્બર સુધી તમામ યાંત્રિક રાઈડ્સનું મનોરંજન પ્રાપ્ત થયું છે. અને નગરજનો શ્રાવણી મેળાનો ભરપૂર આનંદ માણી શકશે.
Jamnagar મેળાની મુદ્દત ૧૧ સપ્ટેમ્બર સુધી વધારાઈ
Jamnagar મનપાએ મેળાની મુદત વધારી આપતાં જામનગરવાસીઓમાં ખુશીની લહેર પ્રસરી છે. મુખ્ય તહેવારના દિવસો દરમિયાન શ્રાવણી મેળો બંધ રહેતા જામનગર મહાનગરપાલિકા દ્વારા મેળાની મુદ્દતમાં વધારો કરી આપવામાં આવ્યો હતો, પરંતુ એક દિવસ માટે વહીવટી તંત્રની મંજૂરીને કારણે મેળો બંધ રહ્યો હતો. દરમ્યાન ગઈકાલે રાઈડના સંચાલકો દ્વારા તમામ પ્રકારની મંજૂરીઓ પુનથ મેળવી લીધી હોવાથી મેળો શરૂ કરી શકાયો છે. ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા માટે પ્રદર્શન મેદાનની અંદર ટુવ્હીલ તેમજ ફોર વ્હીલ માટેની પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રમકડાં તેમજ ખાણીપીણીના સ્ટોલની જગ્યા ખાલી થઈ જતાં તે જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કર્યા પછી મેળાની ચાલુ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર તથા એસ.ડી.એમ. ની ટીમ દ્વારા રાત્રે સુધી ઓફિસ ખુલી રાખીને જરૂરી લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા, અને આખરે ગઈ કાલે રાત્રે મેળો શરૂ થઈ ગયો છે. જે આગામી ૧૧મી સપ્ટેમ્બર સુધી ચાલશે, જેથી નગરજનો અને ખાસ કરીને મેળાના ઉત્સવ પ્રેમીઓ ખુશખુશાલ બન્યા છે